શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ ફિલ્મમાં 2 દિગ્ગજ અભિનેતાઓએ ફ્રીમાં કામ કર્યું, જાણો શા માટે ન લીધો એક પણ રૂપિયો? | shahid kapoor o romeo vikrant massey tamannaah bhatia work without fees

O Romeo: શાહિદ કપૂર અને દિગ્દર્શક વિશાલ ભારદ્વાજની જોડી ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવવા તૈયાર છે. તેમની આગામી ફિલ્મ ‘ઓ રોમિયો'(O Romeo) 13 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર સાથે તૃપ્તિ ડિમરી, અવિનાશ તિવારી, વિક્રાંત મેસી અને તમન્ના ભાટિયા જેવા કલાકારો જોવા મળશે. જોકે, સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ ફિલ્મમાં કામ કરવા બદલ વિક્રાંત મેસી અને તમન્ના ભાટિયાએ એક પણ રૂપિયો ફી લીધી નથી.
ફી વગર આપ્યું પાવરફુલ પરફોર્મન્સ
દિગ્દર્શક વિશાલ ભારદ્વાજે આ બાબતે ખુલાસો કરતા જણાવ્યું કે, વિક્રાંત મેસી વર્ષો પહેલા જ્યારે સંઘર્ષ કરી રહ્યો હતો, ત્યારથી આ પ્રોજેક્ટ માટે પ્રતિબદ્ધ હતો. ’12th ફેલ’ જેવી સુપરહિટ ફિલ્મ આપ્યા બાદ એક મોટો સ્ટાર બન્યા છતાં વિક્રાંતે પોતાનું વચન પાળ્યું અને વિશાલ ભારદ્વાજની ‘મકબૂલ’ ફિલ્મથી પ્રેરિત થઈને તેમને એક ‘ટ્રિબ્યુટ’ તરીકે ફ્રીમાં કામ કર્યું. વિક્રાંતે આ ફિલ્મ માટે 8-9 દિવસ શૂટિંગ કર્યું છે. તેવી જ રીતે, અભિનેત્રી તમન્ના ભાટિયાએ પણ તેના મહત્ત્વપૂર્ણ રોલ માટે 12 દિવસનું શૂટિંગ કર્યું અને એક પણ રૂપિયો લીધા વગર આ ફિલ્મમાં જોડાઈને ઉદારતા બતાવી છે.
આ પણ વાંચો: સની દેઓલ, પ્રીતિ ઝિન્ટાની લાહોર 1947 હવે છેક ઓગસ્ટમાં આવશે
શાહિદ-વિશાલની ચોથી ફિલ્મ
આ ફિલ્મ શાહિદ કપૂર અને વિશાલ ભારદ્વાજની જોડીની ચોથી ફિલ્મ છે. આ પહેલા તેઓ ‘કમીને’, ‘હૈદર’ અને ‘રંગૂન’ જેવી શ્રેષ્ઠ ફિલ્મો આપી ચૂક્યા છે. સાજિદ નાડિયાડવાલા દ્વારા નિર્મિત આ ફિલ્મ હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન ઓફ મુંબઈ’ પર આધારિત છે. ફિલ્મમાં નાના પાટેકર, દિશા પટણી અને ફરીદા જલાલ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. આગામી સમયમાં વિક્રાંત મેસી તેની હોમ પ્રોડક્શન ફિલ્મ ‘મુસાફિર કેફે’ અને તમન્ના ભાટિયા અજય દેવગન સાથે ‘રેન્જર’ અને ‘નો એન્ટ્રી 2’ માં જોવા મળશે.




