राष्ट्रीय

રાહુલ ગાંધીએ સંસદમાં એપસ્ટિન ફાઈલનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- દેશ વેચીને શરમ નથી આવતી | rahul gandhi criticizes budget 2026 no provisions for essential needs ai data security



Parliament Budget Session: લોકસભામાં બજેટ પરની ચર્ચાના બીજા દિવસે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે માર્શલ આર્ટના ઉદાહરણથી શરૂઆત કરતા કહ્યું કે, લડાઈ પકડ(ગ્રીપ)થી શરૂ થાય છે અને પછી ‘ચોક'(ગળું દબાવવા) સુધી પહોંચે છે. રાહુલ ગાંધીએ ચેતવણી આપી કે ભારત હાલમાં એક ખતરનાક અને અનિશ્ચિત વિશ્વમાં પ્રવેશી રહ્યું છે, જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI), ડેટા અને એનર્જીનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ એપસ્ટિન ફાઈલ, ભારતના ઓઈલ ખરીદીના મુદ્દાઓ, અદાણી વિશે પણ જોરદાર પ્રહારો કર્યા હતા. 

રાહુલ ગાંધીએ એપસ્ટિન ફાઇલનો કર્યો ઉલ્લેખ 

રાહુલ ગાંધીએ સંસદમાં મોદી સરકારને ઘેરતા કહ્યું કે અમેરિકા ભારતના નિર્ણયો કેવી રીતે લઈ શકે? અમારું કૃષિ ક્ષેત્ર અમેરિકા માટે મોદી સરકારે ઓપન કરી દીધું. સરકારે ખેડૂતો વિશે જરાય ન વિચાર્યું. ભારતને વેચીને તેમને શરમ નથી આવતી. અમેરિકાનો ટેરિફ ત્રણ ટકા હતો જે હવે વધીને 18 ટકાએ પહોંચી ગયો છે. પીએમ મોદી હવે ડરી રહ્યા છે. આ સાથે રાહુલ ગાંધીએ એપસ્ટિન ફાઈલનો ઉલ્લેખ કર્યો હતો. 

રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી બે કારણોસર ડરી રહ્યા છે 

રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી બે કારણોસર ડરી રહ્યા છે જેમાં એક છે એપસ્ટિન. આ સાથે રાહુલે અદાણીનું નામ લીધું. તેમણે કહ્યું કે ગૌતમ અદાણી કોઈ સાધારણ બિઝનેસમેન નથી. તેમની કંપની સામે અમેરિકામાં કેસ છે. તેનો ટારગેટ પીએમ છે અદાણી નહીં. આ કંપની ભાજપનું ફાયનાન્શિયલ સ્ટ્રક્ચર છે. રાહુલે આ દરમિયાન અનિલ અંબાણીનું નામ પણ લઈને કહ્યું કે તેઓ જેલમાં કેમ નથી? તેનું પણ કારણ છે એપસ્ટિન ફાઈલ. હરદીપ સિંહ પુરીનું નામ પણ એમાં છે. તે મોદી સરકારમાં મંત્રી છે. તે આ ગૃહના સભ્ય છે. રાહુલ ગાંધીએ એ મુદ્દો ઊઠાવાતા તેના પર રિજિજુએ વાંધો ઊઠાવ્યો. 

કેન્દ્ર સરકારે અમેરિકા સામે સરન્ડર કરી દીધું 

રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતે તમામ ડેટા હેન્ડ ઓવર કરી દીધો છે. આપણા ખેડૂતોને અમેરિકાના ખેડૂતો સામે સરન્ડર કરાવી દીધું. જે કંઇ થઇ રહ્યું છે તે યોગ્ય નથી. આ ફક્ત પીએમનું સરન્ડર નથી પણ દેશની 140 કરોડની વસતીનું સરન્ડર છે. 

શું અમેરિકા નક્કી કરશે કે ભારત ક્યાંથી ઓઈલ ખરીદશે? – રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતના લોકો પાસે સૌથી વધુ ડેટા છે. ડેટા સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણા લોકોની પ્રતિભા અને વિચારસરણી પર કબજાના પ્રયાસો થઈ રહ્યા છે. અમેરિકા અને ચીનની નજર આપણા ડેટા પર છે. બાંગ્લાદેશ કાપડ ઉત્પાદનોની નિકાસ કરે છે, તો તેના પર શૂન્ય ટેરિફ છે. અને આપણી ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી ટેરિફ ભરશે. અમેરિકન નિકાસ વધી, તો આપણને શું ફાયદો થયો? ટ્રમ્પે ટેરિફ વધાર્યો. શું અમેરિકા નક્કી કરશે કે ભારત ઓઈલ ક્યાંથી ખરીદશે? કોઈ વડાપ્રધાને આવું કર્યું નથી. સુપરપાવરનો યુગ પૂરો થઈ ગયો છે. જો અમેરિકા કહે છે કે તમે અહીંથી ઓઈલ ખરીદી શકતા નથી, તો તેનો અર્થ એ છે કે ઉર્જા ક્ષેત્રને શસ્ત્ર બનાવવામાં આવી રહ્યું છે. જો અમેરિકા ટેરિફમાં વધારો કરે છે, તો તેનો અર્થ એ છે કે નાણાકીય ક્ષેત્રને શસ્ત્ર બનાવવામાં આવી રહ્યું છે. સરકારને શરમ આવવી જોઈએ. 

આ વિપક્ષના નેતાની રીત નથી : રાહુલ ગાંધી પર ભડક્યા સભાપતિ 

બેન્ચે રાહુલ ગાંધીને ટોકતા કહ્યું કે તમે વાયદો કર્યો હતો કે કોઈ મંત્રીનું નામ નહીં લો પણ તમે વારંવાર લઇ રહ્યા છો. આ ચેરની અવગણના છે. આ વિપક્ષના નેતા તરીકે યોગ્ય વર્તન નથી. તમારે નિયમ પ્રમાણે જ બોલવું પડશે. 

રાહુલ ગાંધીની સ્પીચ બાદ લોકસભામાંથી વિપક્ષનું વૉકઆઉટ 

રાહુલ ગાંધીની સ્પીચ બાદ લોકસભામાંથી વિપક્ષે વૉકઆઉટ કરી દીધું હતું. તેના વિશે કટાક્ષ કરતાં અનુરાગ ઠાકુરે કહ્યું કે રાહુલ ગાંધી ગ્રિપની વાત કરી રહ્યા હતા. ગ્રિપ બતાવી જતા રહ્યા. આજે પહેલા જ જતા રહ્યા. ઠાકુરે કહ્યું કે આ વખતના બજેટ માટે હું નિર્મલા સીતારમણનો આભાર વ્યક્ત કરું છું જેમણે દેશના કરોડો નાગરિકોને સ્મિત કરવાની તક આપી. 

ડેટા એ નવું પેટ્રોલ છે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ડેટાના મહત્ત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, ‘આજે ડેટા સૌથી મોટી સંપત્તિ છે અને તે AI માટે પેટ્રોલ સમાન છે. અમેરિકાને પોતાનું સુપરપાવર સ્ટેટસ અને ડોલરનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે ભારતીય ડેટાની સખત જરૂર છે. જો વિપક્ષ સત્તામાં હોત અને ટ્રમ્પ સાથે નેગોશિયેટ(વાટાઘાટો) કરતું હોત, તો સૌથી પહેલી શરત ભારતના ડેટાની સુરક્ષાની હોત.’ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘અમે એવી રીતે ડીલ ન કરત કે જાણે આપણે તમારા સેવક હોઈએ.’

બજેટમાં મહત્ત્વના મુદ્દાઓની અવગણના

સરકારના બજેટની ટીકા કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આજના સમયમાં ડોલર અને એનર્જીનું ‘વેપનાઇઝેશન'(હથિયાર તરીકે ઉપયોગ) થઈ રહ્યું છે, પરંતુ બજેટમાં આ અંગે કોઈ જોગવાઈ નથી. જો ભારત ડીલ કરતું હોય તો તેમાં ત્રણ બાબતો મુખ્ય હોવી જોઈએ…

ડેટા સિક્યુરિટી: ભારતીય ડેટાનો ઉપયોગ ભારતના હિતમાં થાય.

એનર્જી સિક્યુરિટી: દેશની ઊર્જા જરૂરિયાતો સુરક્ષિત રહે.

કૃષિ સુરક્ષા: ખેડૂતોના વોટ બેઝ અને તેમના હિતોનું રક્ષણ થાય.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર ચૂંટણીમાં પરિવારવાદ ખૂબ ફૂલ્યો ફાલ્યો, નેતાઓના દીકરા-દીકરી, સંબંધીઓ ચૂંટાયા

ભારત પાકિસ્તાન બરાબર નથી

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ‘ભારતની સરખામણી પાકિસ્તાન સાથે ન થઈ શકે. ભારતની શક્તિ તેનો ડેટા અને તેના લોકો છે. તેમણે ગાઝા અને ઈઝરાયલના યુદ્ધનો ઉલ્લેખ કરીને સમજાવ્યું કે જૂની સિસ્ટમો બદલાઈ રહી છે અને ભારતે તેની સુરક્ષા માટે ટેકનોલોજી અને ડેટા પર મજબૂત પકડ બનાવવી પડશે. જોકે એ વાતનો અફસોસ છે કે સરકારની હાલની નીતિઓમાં આ દૂરદર્શિતાનો અભાવ દેખાઈ રહ્યો છે.’

રાહુલ ગાંધીએ સંસદમાં એપસ્ટિન ફાઈલનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- દેશ વેચીને શરમ નથી આવતી 2 - image



Source link

Related Articles

Back to top button