दुनिया

ભારત માટે અમેરિકા બન્યું ‘વિલન’, બાંગ્લાદેશને લાગી ‘લોટરી’, ભારતીયોએ પણ આવી ‘ડીલ’ માગી | US Bangladesh Duty Free Textile Deal Indian Exporters Raise Concerns Over Market Competition


US-Bangladesh Duty-Free Textile Deal: અમેરિકા અને બાંગ્લાદેશ વચ્ચે થવા જઈ રહેલા નવા દ્વિપક્ષીય વેપાર કરારે ભારતીય કાપડ ઉદ્યોગ(Textile Industry) માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે. આ સમજૂતી હેઠળ એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે બાંગ્લાદેશ અમેરિકા પાસેથી જેટલા મૂલ્યના કપાસની આયાત કરશે, તેટલા જ મૂલ્યના તૈયાર કપડાં તે ઝીરો ઈમ્પોર્ટ ડ્યુટી(શૂન્ય આયાત શુલ્ક) સાથે અમેરિકાને નિકાસ કરી શકશે. અમેરિકાના આ નિર્ણયથી ભારતીય નિકાસકારોમાં ફાળ પડી છે.

ભારત માટે કેમ છે આ પડકાર?

બાંગ્લાદેશ વિશ્વભરમાં તેના સસ્તા મજૂરો અને ઓછા ઉત્પાદન ખર્ચ માટે જાણીતું છે. હાલમાં બાંગ્લાદેશ વાર્ષિક 9થી 10 અબજ ડોલરના કપડાં અમેરિકા મોકલે છે, પરંતુ ઝીરો ઈમ્પોર્ટ ડ્યુટીની છૂટ મળતા આ આંકડો રોકેટ ગતિએ વધી શકે છે. બીજી તરફ, ભારતનો કુલ ટેક્સટાઈલ નિકાસ આશરે 36-37 અબજ ડોલર છે, જેમાંથી અમેરિકાનો હિસ્સો 10 અબજ ડોલર જેટલો છે. જો બાંગ્લાદેશના કપડાં અમેરિકાના બજારમાં સસ્તા દરે વેચાશે, તો ભારતીય નિકાસકારો માટે તેની સામે સ્પર્ધા કરવી અત્યંત મુશ્કેલ બની જશે.

ભારતીય ઉદ્યોગ જગતની માંગ

અમેરિકા દ્વારા બાંગ્લાદેશને આપવામાં આવતી આ ખાસ છૂટછાટ સામે હવે ભારતના વેપારી સંગઠનોએ અવાજ ઉઠાવ્યો છે. ટેક્સટાઈલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન વિજય કુમાર અગ્રવાલ અને અન્ય નિષ્ણાતોનું માનવું છે કે જો બાંગ્લાદેશને આ સુવિધા મળતી હોય, તો ભારતને પણ આવી જ છૂટ મળવી જોઈએ.

આ પણ વાંચો: ટ્રેડ ડીલમાં છાનામાના અમેરિકાએ કર્યો મહત્ત્વપૂર્ણ સુધારો, ભારત માટે આવ્યા મોટા ગુડ ન્યૂઝ

ભારતીય સંગઠનોનું કહેવું છે કે આ કરારથી અમેરિકામાં રેડીમેડ ગાર્મેન્ટ્સ, કોટન અને હોમ ટેક્સટાઈલના માર્કેટમાં ભારતનો હિસ્સો ઘટી શકે છે. નિકાસકારોએ ભારત સરકારને પત્ર લખીને માંગ કરી છે કે અમેરિકા સાથે થનારી આગામી સમજૂતીઓમાં ભારતને પણ બાંગ્લાદેશ જેવો જ દરજ્જો અને લાભ આપવામાં આવે.


ભારત માટે અમેરિકા  બન્યું 'વિલન', બાંગ્લાદેશને લાગી 'લોટરી', ભારતીયોએ પણ આવી 'ડીલ' માગી 2 - image



Source link

Related Articles

Back to top button