સુરેન્દ્રનગરમાં 1.38 લાખની છેતરપિંડી આચરનાર સોની વેપારીની ધરપકડ | Gold trader arrested for defrauding Rs 1 38 lakh in Surendranagar

![]()
ફરિયાદીએ
દીકરીના લગ્નમાં ઘરેણાના ઘડતર માટે રૃપિયા આપ્યા હતા
આરોપી
થોડા ઘણા ઘરેણા આપ્યા બાદ ગલ્લા તલ્લા કરતો હતો
ઃ પોલીસે રૃ.૧.૩૮ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો
સુરેન્દ્રનગર –
સુરેન્દ્રનગર નવા જંક્શન પાસે દેવ સોસાયટીમાં રહેતા જુવાનસિંહ
પથુભા ઝાલાના પાનના કેબિને ગોકુલ પ્લાઝા ફ્લેટમાં રહેતો અને શ્રીમા રૃદ્દી ઓર્નામેન્ટ
નામની સોનીની દુકાન ધરાવતો રીતેશ ભરતભાઇ રોજાસરા અઢી વર્ષથી પાન ખાવા માટે આવતો હતો.
આથી જુવાનસિંહ અને રીતેશને સારી ઓળખાણ હતી.
જાનસિંહના
દીકરાના લગ્ન હોય દીકરાની પત્નીને ચડાવવા માટે જુવાનસિંહે રીતેશને ત્યાં સોના
ચાંદીના ઘરેણા બનાવવા માટે આપ્યા હતા. અને તેની સામે જુવાનસિંહે પૈસા પણ આપ્યા
હતા. લગ્ન પહેલા થોડા ઘણા ઘરેણા આપ્યા હતા. બાદમાં બાકીના ઘરેણા આપવામાં રીતેશ
ગલ્લા તલ્લા કરતો હતો.
લગ્ન
પતિ ગયા બાદ પણ બાકીના ઘરેણા આપ્યા ન હતા. આથી જુવાનસિંહે સિટી એ ડિવિઝનમાં સોની
રીતેશ સામે આઠ દિવસ અગાઉ છેતરપિંડીનો ગુનો દાખલ કરાવ્યો છે. સિટી પોલીસે તપાસ હાથ
ધરી આરોપી રિતેશ રોજાસરાની અટકાયત કરી હતી. પોલીસની કડક પૂછપરછ બાદ આરોપી પાસેથી
રોકડ રકમ રિકવર કરવામાં આવી હતી. અગાઉના વ્યવહાર અને સોનાની વીંટીના ખર્ચને બાદ
કરતા બાકી નીકળતી રૃ.૧.૩૮ લાખની પૂરેપૂરી રકમ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી
બાદ ભોગ બનનાર પરિવારને સુપરત કરી હતી.



