गुजरात

પોલીસે 9 દિવસની ડ્રાઈવમાં રૂ.6.12 લાખનો દંડ વસૂલ્યો | Police collect fine of Rs 6 12 lakh in 9 day drive



ભાવનગર શહેરમાં ભારે વાહન ચાલકો વિરૂદ્ધ ડ્રાઈવ

નિયમભંગ કરનારા વાહન ચાલકોને કુલ ૧૨૭૯ મેમો ફટકાર્યા અને નિયમભંગ કરતા 104 વાહનો ડિટેઈન

ભાવનગર: ભાવનગર શહેરમાં ટ્રાફિક શાખા સહિત અલગ-અલગ પોલીસ મથક મળી અલગ-અલગ વિસ્તારોમાં વાહનના ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાહન ડ્રાઈવમાં અલગ-અલગ વિસ્તારોમાંથી બ્લેક ફિલ્મ, લાઇસન્સ વગર વાહન ચલાવતા વાહન ચાલકો અને નંબર પ્લેટ વગરના વાહન અને મોડીફાઇડ સાઈલેન્સર સહિતના ચાલકોને મેમા તથા દંડ ફટકારવામાં આવ્યા હતા. ૯ દિવસની ડ્રાઈવમાં પોલીસે કુલ ૧૨૭૯ મેમા ફટકારી રૂ.૬.૧૨ લાખનો દંડ વસૂલ્યો છે. જ્યારે ૧૦૬ વાહનો ડિટેઈન કર્યાં છે.

ભાવનગર શહેરમાં ભારે વાહન ચાલક દ્વારા બનેલ અકસ્માતની ઘટનાની અનુસંધાને ટ્રાફિક નિયમન તેમજ કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જાહેરનામા ભંગ કરીને શહેરમાં પ્રવેશતા વાહનો ચાલકો વિરૂધ્ધ દંડાત્મક તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ભાવનગર સીટી નાયબ પોલીસ અધિક્ષક આર.આર.સિંઘાલના માર્ગદર્શન હેઠળ અને સુચના મુજબ ભાવનગર શહેરમાં ભારે વાહન ચાલકો વિરૂધ્ધ ટ્રાફિક શાખા, ભાવનગર તથા ડિવીજન હેઠળના પોલીસ સ્ટેશન જેમાં નિલમબાગ, ઘોઘારોડ, ગંગાજળીયા, બોરતળાવ, ભરતનગર, વિગેરે થાણા ઈન્ચાર્જ દ્વારા તા.૨૩ જાન્યુઆરી ૨૦૨૬ થી તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધી દિન-૦૯ સુધી વિશેષ ડ્રાઈવ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા અલગ-અલગ પોઈન્ટ રાખીને ટ્રાફિક નિયમનનો ભંગ કરતા ભારે વાહન ચાલકો વિરૂધ્ધ એમ.વી.એક્ટના ગુન્હા હેઠળ સ્પેશીયલ ડ્રાઈવ યોજી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ટ્રાફિક શાખા સહિત વિવિધ પોલીસ મથક દ્વારા નંબર પ્લેટ વગરના વાહન ચાલકોને ૯૫ મેમાં આપવામાં આવ્યા અને રૂ.૨૯,૨૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. તેમજ ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગના ૯૮ મેમાં આપવામાં આવ્યા અને રૂ.૪૮,૪૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તદુપરાંત બ્લેક ફિલ્મના ૪૮ મેમા અને રૂ. ૨૪,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ મોડીફાઇડ સાયલેન્સરવાળા ૨ વાહનો ડિટેઈન કરી સાયલેન્સર કબ્જે કરવામાં આવ્યા હતા. આમ, ૯ દિવસમાં પોલીસે કુલ ૧૨૭૯ મેમા આપી કુલ રૂ.૬,૧૨,૪૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે બે મોડિફાઈડ સાયલેન્સરવાળા વાહન સહિત કુલ ૧૦૬ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે.

પોલીસની ટ્રાફિક ડ્રાઈવના મેમા અને દંડની વિગત

વિગત

મેમા

દંડ

ડિટેઈન

નંબર પ્લેટ વગર

૯૫

૨૯,૨૦૦

ચાલુ વાહને ફોન

૯૮

૪૮,૪૦૦

બ્લેક ફિલ્મ

૪૮

૨૪,૦૦

ભારે વાહન

૧૨

૧૪,૦૦૦

અન્ય

૧૦૨૬

,૨૦,૮૦૦

૯૮

કુલ

૧૨૭૯

,૧૨,૪૦૦

૧૦૪



Source link

Related Articles

Back to top button