યુનિ.માં 2000 જેટલા વિદ્યાર્થીઓના હજી સુધી નિયમિત એડમિશન થયા નથી | 2000 students in msu are still on provisional admission

![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા પૂરી થયાના ૬ મહિના પછી પણ ૨૦૦૦ વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ એડમિશન યથાવત છે.આ વિદ્યાર્થીઓ હજી પણ નિયમિત વિદ્યાર્થીઓની કેટેગરીમાં મૂકાયા નથી.
મળતી વિગતો પ્રમાણે ગુજરાત સરકારના જીકાસ પોર્ટલ હેઠળ થયેલી પ્રવેશ પ્રક્રિયા હેઠળ વિદ્યાર્થીઓએ વિવિધ ડોક્યુમેન્ટ જમા કરાવવાના હતા.જે વિદ્યાર્થીઓએ કેટલાક ડોક્યુમેન્ટ જમા કરાવ્યા નહોતા તેમને પ્રોવિઝનલ એડમિશન આપવામાં આવ્યું હતું.
વિવિધ ફેકલ્ટીઓમાં આવા ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ હોવાનો અંદાજ છે.૨૦૨૫-૨૬નું શૈક્ષણિક વર્ષ શરુ થયે ૬ મહિના થઈ ગયા છે પણ હજી સુધી આર્ટસને બાદ કરતા એક પણ ફેકલ્ટીએ વિદ્યાર્થીઓ પાસે ખૂટતા ડોક્યુમેન્ટ માંગ્યા નથી.આર્ટસ ફેકલ્ટીએ તાજેતરમાં જ આવા ડોક્યુમેન્ટનું લિસ્ટ બનાવીને વિદ્યાર્થીઓને મોકલવાનું શરુ કર્યું છે.જેથી વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ જમા કરાવવાનું યાદ આવે. આ વિદ્યાર્થીઓનું હજી પ્રોવિઝનલ એડમિશન છે.ડોક્યુમેન્ટ જમા નહીંં થાય ત્યાં સુધી તેઓ યુનિવર્સિટીના નિયમિત વિદ્યાર્થી નહીં ગણાય અને તેના કારણે તેમને બીજા વર્ષમાં પ્રવેશ મેળવવામાં, પહેલા વર્ષની માર્કશીટ મેળવવામાં પણ તકલીફ પડશે.જેના કારણે ફેકલ્ટીઓએ આ વિદ્યાર્થીઓ ડોકયુમેન્ટ જમા કરાવે તે માટે કાર્યવાહી કરવી જરુરી બની ગઈ છે.



