दुनिया

‘ઈરાન ઉપર હુમલો કરો મંત્રણા નહીં’ આત્મહત્યા પૂર્વે ઈરાની યુવકનો ટ્રમ્પને સંદેશો | ‘Attack Iran not negotiate’: Iranian youth message to Trump before suicide



– ‘મારૂં આ બલિદાન છે : મહેરબાની કરી મારા દેશને બચાવો’

– આ યુવાને, ઈરાનનાં ધર્મ આધારિત રાજ્ય સામે દુનિયાને અવાજ ઉઠાવવા કહ્યું : ‘આ રાજ્યે ક્રૂરતાની હદ વટાવી છે, 40,000ના જાન લીધા છે’

તહેરાન : ઇરાનના એક યુવાને સોશ્યલ મીડીયા ઉપર એક વિડીયો પોસ્ટ કર્યો છે. આ વિડીયો તેણે આત્મહત્યા પૂર્વે વહેતો મુક્યો છે, જેમાં આ પૌરિયા હમીદી નામના યુવકે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આજીજી કરી છે કે ઇરાનની ધર્મ આધારિત સરકાર સાથે મંત્રણા ન કરતા પરંતુ, હુમલો જ કરો. તે માટે કારણ આપતાં તેણે ઇરાનની ધર્મશાહી સરકાર ઉપર આક્ષેપ કર્યો છે કે તેણે તેની વિરૂધ્ધ અવાજ ઉઠાવનારાઓની નૃશંશ હત્યા કરી છે, જેમાં ૪૦ હજારથી વધુના જાન ગયા છે. આ સંખ્યા હજી સુધી યુક્રેન યુદ્ધ કે હમાસ-ઇઝરાયલ યુદ્ધમાં પણ માર્યા ગયેલાઓ કરતાં વધુ છે.

ઇરાનનાં દક્ષિણના બંદર બુશાયરમાં રહેતા આ યુવાને તેમ પણ ટ્રમ્પને સંબોધીને કહ્યું હતું કે, તમો જ્યારે આ જોતા હશો ત્યારે હું આ ફાની દુનિયા ઉપર નહીં હોઉં.’

યુ-ટયુબ ચેનલ ‘પૂઅર રૂઠ ‘ ઉપર ફેબુ્ર. પાંચમી તારીખે વાયરલ કરવામાં આવ્યો હતો. તેમાં હમીદે કહ્યું હતું કે, ‘(ઇરાનમાં) ૪૦,૦૦૦થી વધુ લોકોને મારી નખાયા છે. હત્યા કરાઈ છે કે કટકા કરી નખાયા છે. આ મૃત્યુ આંક રશિયા-યુક્રેન યુદ્ધ કે ઇઝરાયલ- પેલેસ્ટાઇન યુદ્ધના મૃત્યુ આંક કરતાં પણ વધુ છે. આ મારૂં બલિદાન છે. મહેરબાની કરીને મારા દેશને ઉગારો.’

આ સાથે તેણે ટ્રમ્પને અરજ કરી છે કે, તેમાં બાંધછોડ કરતા જ નહીં. તહેરાન સાથે કોઈ રાજદ્વારી સમજૂતી પણ કરતા નહીં કારણ કે, તે તો જેઓ શહીદ થઈ ગયા છે, તેમની સાથેની છલના સમાન બની રહેશે. આ યુવાને આંતરરાષ્ટ્રીય સમાજને પણ ઇરાનની આ ધર્મશાહી સરકાર સામે અવાજ ઉઠાવવા અનુરોધ કર્યો છે.



Source link

Related Articles

Back to top button