दुनिया
બાંગ્લાદેશમાં પરિવર્તનની અટકળો : જનતાનો મૂડ જાણી ભાવિ સરકારનો રોડ મેપ નિશ્ચિત કરાયો


– આગામી ચૂંટણીમાં BNPનો અશ્વ આગળ દોડી રહ્યો છે, ભારત વિરોધી સમૂહોની અસર મર્યાદિત દેખાઈ રહી છે
ઢાકા : બાંગ્લાદેશમાં ચૂંટણી બે દિવસ જ દૂર છે સાથે રાજકીય ગતિવિધિ વિદ્યુત વેગી બની રહી છે. ચૂંટણી પહેલાં યોજાયેલા એક સર્વેમાં જાણી શકાય છે કે દેશની રાજનીતિ કેવો વળાંક લઇ રહી છે. ભાવિ વડાપ્રધાન કોણ બનશે ?
સ્પષ્ટ છે કે અત્યારે સ્પર્ધા બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) અને જમાત એ ઇસ્લામીકનાં નેતૃત્વ નીચેનાં ગઠબંધન વચ્ચે છે. સર્વે જણાવે છે કે બીએનપીનો અશ્વ આ વખતે સૌથી આગળ છે.


