मनोरंजन

રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ બાદ ‘ધુરંધર’ એક્ટર રણવીર સિંહને મળી ધમકી, કરોડો રૂપિયાની કરાઈ માંગ | ranveer singh received threatening message demanding croresrupees



Image Source: IANS

Ranveer Singh Received Threatening Message: ‘ધુરંધર’ સ્ટાર રણવીર સિંહ પોતાની ફિલ્મની સફળતાનો આનંદ માણી રહ્યો છે અને તેની સિક્વલની તૈયારી કરી રહ્યો છે, આ વચ્ચે અચાનક તેની મુશ્કેલીઓ વધી ગઈ છે. અભિનેતાને ધમકીભર્યો મેસેજ મળ્યો છે. તાજેતરમાં રોહિત શેટ્ટીના ઘરની બહાર પાંચ રાઉન્ડ ગોળીબાર થયો હતો, અને હવે રણવીર સિંહને ધમકી મળી છે. અભિનેતા પાસેથી કરોડો રૂપિયાની માંગણી કરવામાં આવી છે. મુંબઈ પોલીસને આ બાબતની જાણ થતાં જ તેમણે તપાસ શરૂ કરી દીધી છે. બીજી તરફ, રણવીર સિંહના ઘરની બહાર સુરક્ષા વધારી દેવાઈ છે.

શું છે સમગ્ર મામલો?

માહિતી અનુસાર, રણવીર સિંહને વોટ્સએપ વોઇસ નોટ દ્વારા ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો છે. મેસેજ દ્વારા કરોડો રૂપિયાની માંગણી કરવામાં આવી છે. ધમકી બાદ મુંબઈ પોલીસને મેસેજની જાણ કરવામાં આવી હતી. પોલીસે ધમકીભર્યો વોઇસ નોટ મોકલનારની શોધખોળ શરૂ કરી દીધી છે. વોઇસ નોટ બિશ્નોઈ ગેંગથી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. જોકે, રણવીર સિંહ કે તેની ટીમ દ્વારા હજુ સુધી કોઈ ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.



Source link

Related Articles

Back to top button