दुनिया

એપસ્ટિન ફાઈલ્સ કેસમાં ઈલોન મસ્ક અને ઝુકરબર્ગ પણ ફસાયા! ‘વાઈલ્ડ’ પાર્ટીમાં મહેમાન બન્યા હોવાનો દાવો | elon musk mark zuckerberg jeffrey epstein files wild party leak


(PHOTO – US Justice Department)


Elon Musk-Mark Zuckerberg In Epstein’s Wild Dinner Party: જેફરી એપસ્ટિન કેસમાં તાજેતરમાં જાહેર થયેલા દસ્તાવેજોએ ટેક જગત અને વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી કેટલીક તસવીરોમાં ટેસ્લાના માલિક ઇલોન મસ્ક અને મેટાના CEO માર્ક ઝુકરબર્ગ વર્ષ 2015ની એક  વાઇલ્ડ ડિનર પાર્ટીમાં એપસ્ટિન સાથે જોવા મળ્યા છે. આ ખુલાસો એ સમયે થયો છે જ્યારે ઇલોન મસ્ક અગાઉ અનેકવાર કહી ચૂક્યા હતા કે તેઓ ક્યારેય એપસ્ટિનની કોઈ પાર્ટીમાં ગયા નથી.

એપસ્ટિન ફાઈલ્સ કેસમાં ઈલોન મસ્ક અને ઝુકરબર્ગ પણ ફસાયા! 'વાઈલ્ડ' પાર્ટીમાં મહેમાન બન્યા હોવાનો દાવો 2 - image

ડિનર પાર્ટી અને તસવીરોની વિગત

અહેવાલ અનુસાર, ઓગસ્ટ 2015માં કેલિફોર્નિયામાં એક ભવ્ય ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર થયેલી તસવીરમાં મસ્ક અને ઝુકરબર્ગ એક લાંબા ટેબલ પર આમને-સામને બેઠેલા જોવા મળે છે. આ ફોટો કથિત રીતે ખુદ એપસ્ટિને જ ક્લિક કર્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે એપસ્ટિને 2 ઓગસ્ટ, 2015ના રોજ તેના મિત્ર પીટર એટિયાને ઈમેલ મોકલીને જાણ કરી હતી કે તે તે રાત્રે મસ્ક, ઝુકરબર્ગ અને પેપાલના કો-ફાઉન્ડર પીટર થિએલ સાથે ડિનર કરવાનો છે. બાદમાં 20 ઓગસ્ટે અન્ય એક ઈમેલમાં તેણે આ પાર્ટીને વાઇલ્ડ (અત્યંત રોમાંચક) ગણાવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફોટોની એક કોપી એપસ્ટિને પોતાના મેનહેટનના એપાર્ટમેન્ટમાં લગાવી હતી. 

તપાસ એજન્સીઓના તારણો

ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(FBI) દ્વારા કરવામાં આવેલી તપાસમાં કેટલાક નવા પાસા પણ બહાર આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, વર્ષો સુધી ચાલેલી તપાસ, બેન્ક રેકોર્ડ્સની ચકાસણી અને પીડિતોના નિવેદનો છતાં એવા કોઈ મજબૂત પુરાવા મળ્યા નથી કે એપસ્ટિન મોટા અને શક્તિશાળી લોકો માટે કોઈ સંગઠિત ‘સેક્સ ટ્રાફિકિંગ રિંગ’ ચલાવી રહ્યો હતો. 

જોકે, એપસ્ટિન પોતે સગીરાઓના યૌન શોષણમાં સામેલ હોવાના પુરાવા મળ્યા હતા, પરંતુ તેના હાઈ-પ્રોફાઇલ મિત્રો આ ગુનામાં સીધી રીતે સામેલ હતા કે કેમ તે અંગે પૂરતા પુરાવા મળ્યા નથી. હાલમાં એસોસિએટેડ પ્રેસ અને અન્ય મીડિયા સંસ્થાઓ લાખો પાનાના આ દસ્તાવેજોની તપાસ કરી રહી છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ, બિલ ક્લિન્ટન અને બિલ ગેટ્સ જેવા મોટા નામોનો પણ ઉલ્લેખ હોવાનું મનાય છે. આગામી સમયમાં આ મામલે વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

આ પણ વાંચો: VIDEO: પત્નીને કહેજો હું તેને પ્રેમ કરું છું…, રસ્તા પર વિમાનનું ક્રેશ લેન્ડિંગ, 3 કારને ઉડાવી છતાં કુદરતનો ચમત્કાર!

એપસ્ટિન ફાઈલ્સ કેસમાં ઈલોન મસ્ક અને ઝુકરબર્ગ પણ ફસાયા! 'વાઈલ્ડ' પાર્ટીમાં મહેમાન બન્યા હોવાનો દાવો 3 - image

વિવાદ અને સ્પષ્ટતા

આ ખુલાસા બાદ ઇલોન મસ્ક અને લિંક્ડઈનના કો-ફાઉન્ડર રીડ હોફમેન વચ્ચે સોશિયલ મીડિયા પર વાકયુદ્ધ પણ છેડાયું છે. રીડ હોફમેને સ્પષ્ટતા કરી છે કે તેમની મુલાકાતો માત્ર શૈક્ષણિક સંસ્થા MIT માટે ફંડ એકત્રિત કરવાના હેતુથી હતી, જેનો તેમને હવે પસ્તાવો છે. બીજી તરફ, ઇલોન મસ્કે અગાઉ દાવા કર્યા હતા કે જે લોકોએ ગુના કર્યા છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ, પરંતુ હવે તેમની પોતાની હાજરીના પુરાવા સામે આવતા સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.


એપસ્ટિન ફાઈલ્સ કેસમાં ઈલોન મસ્ક અને ઝુકરબર્ગ પણ ફસાયા! 'વાઈલ્ડ' પાર્ટીમાં મહેમાન બન્યા હોવાનો દાવો 4 - image



Source link

Related Articles

Back to top button