गुजरात

કટુડામાં વીજ બીલ ઉઘરાવા ગયેલી પીજીવીસીએલની ટીમ પર હુમલો | PGVCL team attacked in Katuda for collecting electricity bills



અહીં ફરી આવશો તો હાથ-પગ ભાંગી નાખીશ

રૃ.૧૭,૦૦૦ના બિલની ઉઘરાણીમાં
સરકારી વાહનમાં તોડફોડ કરી ફરજમાં રૃકાવટ ઉભી કરતા ફરિયાદ

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર જિલ્લામાં બાકી વીજ બિલની વસૂલાત માટે નીકળેલી પીજીવીસીએલની
ટીમ પર હુમલો થવાની ગંભીર ઘટના સામે આવી છે. કટુડા ગામે જ્યારે વીજ વિભાગના કર્મચારીઓ
કાયદેસરની કાર્યવાહી કરવા ગયા ત્યારે ઉશ્કેરાયેલા શખ્સ દ્વારા સરકારી કર્મચારીઓની ફરજમાં
રુકાવટ કરી
, તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
આ હિંસક હુમલામાં સરકારી ગાડીને પણ નિશાન બનાવવામાં આવી હતી.

કટુડા
ગામે રહેતા દશરથસિંહ જામભા ઝાલાના રહેણાંક મકાને રૃ.૧૭
,૦૯૯નું વીજ બિલ બાકી
હોવાથી જુનિયર એન્જિનિયર
, ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટ નિકુલભાઈ
પટેલ અને લાઈનમેન યુનુસભાઈ મકવાણા સહિતની ટીમ વસૂલાત માટે પહોંચી હતી. બિલની
માંગણી કરતા જ દશરથસિંહ ઉશ્કેરાઈ ગયા હતા અને કર્મચારીઓના હાથમાંથી સ્લિપ બુક
છીનવી લીધી હતી. તેમણે કર્મચારીઓને જાહેરમાં અપશબ્દો કહી
અહીં
ફરી આવશો તો હાથ-પગ ભાંગી નાખીશ
તેવી ગંભીર ધમકીઓ આપી હતી.

હુમલાખોર
શખ્સે માત્ર ધમકીઓ આપી એટલું જ નહીં
,
પરંતુ કર્મચારીઓની મહેન્દ્રા બોલેરો કારના કાચ તોડી પાડી સરકારી
મિલકતને નુકસાન પહોંચાડયું હતું. આ ઘટનાને પગલે પીજીવીસીએલના કર્મચારીઓમાં ભય અને
રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ કુલદીપસિંહ ઝાલા
,
રહે.કટુડા વાળા સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે
વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button