गुजरात

ધ્રાંગધ્રામાં લગ્ન પ્રસંગમાં મારામારી કરનાર 3 શખ્સ ઝડપાયા | 3 people arrested for fighting at a wedding in Dhrangadhra



લગ્નના વરઘોડા વખતે ઘટના બની હતી

મહિલાઓ પાસે ગરબા રમવાની મનાઈ કરતા પથ્થર વડે હુમલો કર્યોે હતો

ધ્રાંગધ્રા –  ધ્રાંગધ્રા
શહેરના કોળીપરા વિસ્તારમાં રહેતા દશરથભાઈ મહેશભાઈ ખંડોરીયાના કૌટુંબિક ભાઈના લગ્ન
પ્રસંગે રાત્રીના સમયે દાંડિયા રસના કાર્યક્રમમાં ૦૩ જેટલા શખ્સો આવી મહિલાઓ જ્યાં
ગરબા રમતા હોય તેની બાજુમાં જઈ ગરબે રમવા લાગ્યા હતા.

આથી દશરથભાઈએ ત્રણેય શખ્સોને મહિલાઓ પાસે ગરબે રમવાની મનાઈ કરતા ઉશ્કેરાઈ
ગયેલા ત્રણેય શખ્સોએ બોલાચાલી અને ઝઘડો કરી છૂટા પથ્થરના ઘા કરતા દશરથભાઈને માથાના
ભાગે ઈજાઓ પહોંચી હતી. જે બનાવમાં યુવાને તે હુમલાખોર રસુલ ઉર્ફે ડાડો રાહેમાનભાઇ
મોવર
, હસન અકબરભાઈ મોવર તથા અમલો દાઉદભાઈ મોવર વિરુધ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે
ગુનો નોંધાવતા ત્રણેય શખ્સોને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી હતી અને બાતમીના
આધારે લગ્ન પ્રસંગમાં મારામારી કરનાર ત્રણેય શખ્સોને ઝડપી પાડી કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button