दुनिया

આ મુસ્લિમ મહિલા શબાના બ્રિટનની વડાપ્રધાન બનશે ? પીઓકે સાથે ધરાવે છે કનેકશન | Will this Muslim woman of Britain become the Prime Minister She has a connection with PoK



લંડન,૯ ફેબુ્આરી,૨૦૨૬,સોમવાર 

બ્રિટનની પીએમ સ્ટાર્મરની સરકાર ગમે ત્યારે ખતરામાં આવે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. સૌથી નવાઇની વાત તો એ છે કે યુકેના પોલિટિકસમાં  બ્રિટનની પ્રથમ મુસ્લિમ મહિલા બની શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે. આ પીએમ પદ માટે શબાના મહેમૂદ નામની મહિલાનું નામ જોરશોરથી લેવામાં આવી રહયું છે. હાલમાં શબાના મહેમૂદ બ્રિટિશ સરકારમાં હોમ મિનિસ્ટર તરીકે કામ કરે છે. શબાનાને લેબરપાર્ટીમાં સૌથી મોટી નેતા માનવામાં આવે છે જે પીએમ પદ સુધી પહોંચી પણ શકે છે. દુનિયાભરની સરકારોમાં એપ્સ્ટિન ફાઇલના વિવાદ પછી ખળભળાટ મચી ગયો છે.

શબાના મહેમૂદ કીર સ્ટાર્મરની નજીકની વ્યકિતઓમાં ગણાય છે. ૪૫ વર્ષની શબાના વ્યવસાયથી વકિલ અને એક યુવા નેતા છે. લેબરપાર્ટીની એક કુશળ વકતા તરીકે પણ નામના ધરાવે છે. શબાના મહેમૂદ પાકિસ્તાનના ગેર કાયદેસર કબ્જા હેઠળના કાશ્મીર (પીઓકે)ના મીરપુર કસ્બાના પરીવાર સાથે સંબંધ ધરાવે છે. જો કે તેનો જન્મ બ્રિટનમાં થયો હતો. માતાનું નામ જુબૈદા અને પિતાનું નામ મહેમુદ અહેમદ છે. ૨૦૨૫માં હોમ મિનિસ્ટર તરીકે જવાબદારી સંભાળ્યા પછી સૌથી મોટું ટાસ્ક બ્રિટનની સરહદી સુરક્ષાનું રહયું છે.

ઓકસફોર્ડની લિંકન કોલેજમાં લો ની ડ્રિગી મેળવ્યા પછી શબાના મહેમૂદ ૨૦૧૦માં પ્રથમ વાર સાંસદ બની હતી. બ્રિટનમાં ખૂબ ઓછી મહિલાઓ સાંસદ બની છે જેમાંની શબાના પણ એક છે જેમાં રૌશનઆરા અલી અને યાસમીન કુરેશીનો સમાવેશ થાય છે. શબાનાએ વર્ષો પહેલા  લેબરપાર્ટીથી મોં ફેરવી લેનારા લોકોને ફરી જોડવાનું કામ કર્યુ છે. લેબર પાર્ટીએ ગાઝામાં ઇઝરાયેલી હુમલાનું સમર્થન કરવાનો પક્ષ લીધો હતો ત્યારે શબાના મહેમૂદે ખુલ્લમ ખુલ્લા ઇઝરાયેલનો વિરોધ કર્યો હતો. શબાનાના આ વલણથી એક સમૂહ એવો પણ છે જે ખૂબ પસંદ કરે છે.

એપ્સિટન મામલે વર્તમાન વડાપ્રધાન કીર સ્ટાર્મરની ખૂરશી જોખમમાં મુકાઇ છે. આવી સ્થિતિમાં શબાનાને પીએમ પદના ચહેરા તરીકે જોવામાં આવી રહી છે. શબાના પેલેસ્ટાઇનીઓની કટ્ટર સમર્થક છે અને બ્રિટિશ નાગરિકતાને લઇને સખ્ત નિયમોમાં બનાવવાની સમર્થક છે. કીર સ્ટાર્મરની સરકારે અગાઉ પીટર મેંડલસનને વોશિંગ્ટનમાં યુકેના રાજદૂત તરીકે નિયુકત કર્યા હતા. મેંડલસનનું પણ એપસ્ટિન સાથે કનેકશન જોડવામાં આવતા વિવાદ વકરી રહયો છે.



Source link

Related Articles

Back to top button