दुनिया

એપસ્ટિન ફાઈલ્સના કારણે કીર સ્ટાર્મરની ખુરશી ખતરામાં! આ મુસ્લિમ મહિલા બની શકે છે UKના PM | britain political crisis epstein files connection pm keir starmer shabana mahmood



Epstein Files: એપસ્ટિન ફાઈલના કારણે બ્રિટનમાં રાજકીય ભૂચાલ આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે હાલના વડા પ્રધાન કીર સ્ટાર્મરની ખુરશી ખતરામાં છે, ગઈ કાલે 8 ફેબ્રુઆરીના રોજ વડા પ્રધાનના ચીફ ઓફ સ્ટાફ મોર્ગન મેક્સવીનીએ રાજીનામું આપ્યું છે. તે બાદ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે આવનાર દિવસોમાં PM કીર સ્ટાર્મર પણ રાજીનામું આપી શકે છે. 

રાજકીય સ્થિતિ ડામાડોળ

ચીફ ઓફ સ્ટાફ મોર્ગન મેક્સવીનીએ રાજીનામું આપતા કહ્યું હતું કે તેમણે પીટર મેન્ડેલસનની મહત્વપૂર્ણ પદ પર માટે પસંદગી કરીને ભૂલ કરી હતી. પીટર મેન્ડેલસને આપણી પાર્ટી અને દેશના વિશ્વાસને નુકસાન પહોંચાડ્યું છે. તેમના રાજીનામાં બાદ બ્રિટેનમાં હવે રાજકીય સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. 

બ્રિટેનમાં વર્તમાનમાં લેબર પાર્ટીની સરકાર રાજ કરી છે. હાઊસ ઓફ કૉમન્સમાં તેમની પાસે 650 માંથી 404 બેઠકો છે. ત્યારે ઘણા રિપોર્ટમાં અંગત સૂત્રોને આધારે દાવો કરવામાં આવ્યો છે કે લેબર પાર્ટીના ઘણા સાંસદો વડા પ્રધાન કીર સ્ટાર્મરથી નારાજ ચાલી રહ્યા છે, જેમની સંખ્યા 40થી વધુ છે. જો તે બળવો કરે તો વડા પ્રધાન કીર સ્ટાર્મરની ખુરશી જઈ શકે તેમ છે અથવા તો તેમણે રાજીનામું આપવા મજબૂર થવું પડે તેમ છે. જો કે વડા પ્રધાનના કાર્યાલય તરફથી આ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. 

પીટર મેન્ડેલસન એપસ્ટિનના સંપર્કમાં હતો

અમેરિકામાં આ સમયે એપસ્ટિન ફાઈલ પર સતત ખુલાસા થઈ રહ્યા છે. હાલમાં જ તેની સાથે જોડાયેલા કેટલાક ખુલાસા થયા છે, જેથી બ્રિટનના રાજકારણમાં ધમાચકડી મચી છે. સામે આવેલા દસ્તાવેજોમાં પીટર મેન્ડેલસન પણ જેફરી એપસ્ટિનના સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. બ્રિટન પોલીસ હવે ઈમેઈલની તપાસમાં જોતરાઈ ગઈ છે. જેમાં ખુલાસો થયો છે કે વર્ષ 2008માં બેન્કિંગ સંકટ દરમિયાન પીટર મેન્ડેલસને એપસ્ટિન સાથે ઘણી આંતરિક નાણાકીય ચર્ચાનું વિવરણ જાહેર કર્યું હતું.

આ પણ વાંચો: ‘ગુજરાત સહિત દેશભરમાં લાગુ કરો SOP’ ડિજિટલ ફ્રોડ મામલે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ

આરોપો ગંભીર છે માટે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરની સરકાર પડી શકે છે. આ વચ્ચે યુનાઈટેડ કિંગડમને પહેલી મુસ્લિમ મહિલા વડા પ્રધાન મળી શકે છે. તે માટે શબાના મહમૂદનું નામ ચર્ચામાં છે. હાલમાં તે બ્રિટન સરકારમાં ગૃહમંત્રીની ફરજ નિભાવી રહી છે. કીર સ્ટાર્મર બાદ તે લેબર પાર્ટીની સૌથી મોટી નેતા ગણવામાં આવે છે. તે કીર સ્ટાર્મરના નજીક લોકોમાં માનવામાં આવે છે અને તે યુવા નેતા સાથે એક વકીલ પણ છે.



Source link

Related Articles

Back to top button