राष्ट्रीय

મોબાઇલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલાહ | Pariksha Pe Charcha 2026: PM Modi on AI Challenges and Avoiding Gadget Slavery



Pariksha Pe Charcha 2026 : વર્તમાન સમયમાં બાળકોને મોબાઇલ અને ટીવી વગર બિલકુલ ચાલતું નથી. ઘણા બાળકો આખા દિવસ દરમિયાન અનેક કલાકો સુધી મોબાઇલ પર રહેતા હોય છે. ઘણા એવા પણ હોય છે, જેમને મોબાઇલ વગર જમવાનું ગળે ઉતરતું નથી. એક તરફ ટૅક્નોલૉજી અને ગેઝેટનો દુરુપયોગ અને સદઉપયોગ વધી ગયો છો, તો બીજીતરફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)ની પણ બોલબાલા વધી ગઈ છે, ત્યારે આધુનિક યુગમાં સૌથી મોટો પડકાર એટલે કે ‘ટૅક્નોલૉજી અને એઆઇ’ વિષય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને મહત્ત્વનું માર્ગદર્શન આપ્યું છે.

PM મોદીની વિદ્યાર્થીઓને સલાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ‘પરીક્ષા પે ચર્ચા-2026’ બીજા સંસ્કરણમાં વિદ્યાર્થીઓને મોબાઇલ-ટીવીના ગુલામ ન બનવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)નો યોગ્ય ઉપોગ કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે, આજના સમયમાં મોબાઇલ અને ગેઝેટ્સ ધીમે ધીમે બાળકોના માલિક બની રહ્યા છે. તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે, ઘણા વિદ્યાર્થીઓ હવે મોબાઇલ વગર જમવાનું જમતા નથી અને ટીવી વિના જીવી શકતા નથી, જે સ્પષ્ટ ટૅક્નોલૉજીના ગુલામ બની ગયા હોવાના સંકેત છે.

આ પણ વાંચો : અંતરિક્ષમાં પણ ભારતનું સૈન્ય બનાવવા માંગ! દુશ્મન દેશો ગરબડ કરે તો ઇન્ટરનેટ-GPS સહિતના સેક્ટર્સ પર ખતરો

‘ટૅક્નોલૉજી સામે માનવીય મગજ શ્રેષ્ઠ’

તેમણે ચેતવણી આપી છે કે, ‘ટૅક્નોલૉજીનો ઉપયોગ આપણી સુવિધા માટે થવો જોઈએ, નહીં કે વ્યક્તિના માનસિક અને વ્યક્તિગત વિકાસને રોકવા માટે. એઆઇના કારણે ઊભા થયેલા ડર અને તેનાથી ભવિષ્યના કેરિયર પર થતી અસર મામલે વિદ્યાર્થીઓને નિર્ણાયક બનવાની જરૂર છે. નવી ટૅક્નોલૉજી દરેક યુગમાં ચર્ચા જગાવતી હોય છે અને ડર પણ ઊભો કરતી હોય છે, જોકે તેની સામે માનવીનું મગજ સૌથી ટોચ પર રહેશે.’

AIથી ડર લાગે છે, શું કરીએ?

કોઈમ્બતુરના વિદ્યાર્થી આદિ વિક્રમના સવાલનો જવાબ આપતાં વડાપ્રધાને કહ્યું કે, ‘એઆઇના વધતા પ્રભાવથી ગભરાવાની જરૂર નથી. જો તમે સારા પુસ્તકો શોધવા માટે અથવા કોઈ વિષય પર માર્ગદર્શન મેળવવા માટે AIનો ઉપયોગ કરશો તો, તે તમારી પ્રગતિમાં મદદ કરશે. પરંતુ જો તમે AIને ‘હું નહીં વાંચુ, મને એઆઇ જ કહે કે, પુસ્તકની અંદર શું છે’ જેવા પ્રશ્નો કરશો તો તમારી બૌદ્ધિક ક્ષમતાઓને નુકસાન થશે. ટૅક્નોલૉજીને આપણી બુદ્ધિનો વિકલ્પ ન બનવા દેવો જોઈએ.’

આ પણ વાંચો : T20 વર્લ્ડકપમાં ભારતનો બહિષ્કાર કરી પાકિસ્તાન ફસાયું, વધુ એક દેશે કડક શબ્દોમાં આપી સલાહ



Source link

Related Articles

Back to top button