मनोरंजन

ભૂતબંગલાએ ખાલી કરેલા સ્લોટમાં પતિ,પત્ની ઔર વો દો ગોઠવાઈ | pati patni aur woh 2 were arranged in the slot vacated by the Bhootbangla



– ભૂતબંગલાની તારીખ બીજીવાર બદલાઈ

– અક્ષય કુમારની ફિલ્મ મે ને બદલે હવે એપ્રિલમાં જ રીલિઝ કરી દેવાશે

મુંબઈ : અક્ષય કુમારની ફિલ્મ ‘ભૂતબંગલા’ આગામી ૧૫મી મેએ રીલિઝ થવાની હતી તેને બદલે એક મહિના વહેલી તા. ૧૦મી એપ્રિલે રીલિઝ કરી દેવાશે. તેણે ખાલી કરેલા ૧૫મી મેના સ્લોટમાં હવે આયુષ્માનની ‘પતિ, પત્ની ઔર વો દો’ ગોઠવાઈ ગઈ છે. 

અક્ષય કુમારે પોતે જ ‘ભૂતબંગલા’ એક મહિનો વહેલી આવશે તેવી જાહેરાત કરી હતી. બીજી તરફ ‘પતિ, પત્ની ઔર વોહ દો’ તેની આગામી ચોથી માર્ચની  નિર્ધારિત રીલિઝ ડેટ નહીં સાચવી શકે તે અગાઉ જ નક્કી થઈ ગયું હતું.  આયુષ્માન ઉપરાંત સારા અલી ખાન તથા વામિકા ગબ્બી સહિતના કલાકારોની આ ફિલ્મના નિર્માતાઓ કોઈ નવી અનુકૂળ તારીખ શોધી રહ્યા હતા. તેવામાં ‘ભૂતબંગલા’ની તારીખ ખાલી થતાં તેમણે તરત જ આ તક ઝડપી લીધી છે.  ઉલ્લેખનીય છે કે ‘ભૂતબંગલા’ની તારીખ આ બીજીવાર બદલાઈ છે. મૂળ પ્લાન પ્રમાણે ફિલ્મ એપ્રલનાં પ્રથમ  સપ્તાહમાં જ રીલિઝ થવાની હતી. 

બાદમાં તે મે માસમાં રજૂ કરવાની જાહેરાત કરાઈ હતી. હવે ફિલ્મ ફરી એપ્રિલ માસમાં જ રજૂ કરવાનુ  નક્કી થયું છે. 



Source link

Related Articles

Back to top button