दुनिया

દુબઈનો જબરો કિસ્સો: લાખોના દાગીના ભરેલી થેલી મહિલાએ ભૂલથી કચરાપેટીમાં ફેંકી દીધી, પછી જુઓ શું થયું | Honesty Wins in Dubai Indian Woman Gets Back ₹12 Lakh Gold Thrown in Trash by Mistake



AI Image | Representative Image


Honesty Wins in Dubai: દુબઈનો એક જબરદસ્ત કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલા સફાઈ કામ કરતી વખતે લાખોના દાગીના ભરેલી થેલી ભૂલથી કચરાપેટીમાં ફેંકી દે છે. આ અંગે તેને ખ્યાલ રહેતો નથી. જોકે, થોડા દિવસ પછી મહિલાએ ઘરમાં થેલી તપાસતા મળી ન હતી. આ પછી મહિલા સોનું મળશે તેની આશા પણ ખોઈ બેઠી હતી. જોકે, એક દિવસે પોલીસમાંથી ફોન આવે છે અને તેમને સોનું ભરેલી થેલી મળે છે. સમગ્ર મામલે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી ન હતી, તેમ છતાં પણ તેને સ્થાનિક સફાઈકર્મીની ઈમાનદારીના કારણે તેની કિંમતી વસ્તુ પરત મળે છે.

શું છે સમગ્ર ઘટના?

ઘટના એમ છે કે, આશરે 23 વર્ષ સંયુક્ત અરબ અમીરાતના દુબઈમાં રહીને ભારત પરત ફરેલી કામિની કાનન એક લગ્નમાં સામેલ થવા માટે દુબઈ ગઈ હતી. જ્યાં કામિનીએ સોનામાં ઈનવેસ્ટ કર્યું હતું. ઘણા સમય બાદ દુબઈ ગયા બાદ કામિનીએ ગોલ્ડ લીધું હતું. 

આ પછી, કામિનીએ 12 લાખની કિંમતનું 22 કેરેટ સોનું એક થેલીમાં રાખીને ઘરમાં મૂકે છે. જેમાં સફાઈ કામ કરતી વખતે કામિનીએ સોનું ભરેલી થેલી કચરાપેટીમાં ફેંકી દે છે. ત્યારબાદ 4 ફેબ્રુઆરીએ કામિનીને તેમનું સોનું પરત મળે છે.

આ પણ વાંચો: ગલવાનમાં ભારત સાથે અથડામણ પછી ચીને પરમાણુ પરીક્ષણો કર્યા હતા, અમેરિકાનો સનસનીખેજ આરોપ

સફાઈકર્મીની ઈમાનદારીથી સોનું પરત મળ્યું

તમને જણાવી દઈએ કે, સોનું રાખેલી થેલી એક સફાઈકર્મીને મળી હતી. આ પછી સફાઈકર્મી સોનાની થેલીને લઈને પોલીસ પાસે ગયો હતો. જેમાં પોલીસ પૂછપરછ અને તપાસમાં કચરો કઈ બિલ્ડિંગથી લેવામાં આવ્યો સહિતની માહિતી મેળવતા મૂળ માલિક કોણ છે તેનો ખ્યાલ આવ્યો હતો. જેને લઈને કામિનીના પુત્ર અભિમન્યુને પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવીને સોનું ચકાસ્યા બાદ પરત કરવામાં આવે છે.



Source link

Related Articles

Back to top button