गुजरात

ચેક રિટર્નના કેસમાં પ્રાથમિક શાળાના શિક્ષકને 1વર્ષની કેદની સજા ફટકારી | Primary school teacher sentenced to 1 year in prison in check return case



– ગળતેશ્વર તાલુકા કોર્ટનો ચુકાદો

– બે માસમાં વળતરની રકમ ચૂકવવામાં કસૂર કરે તો વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ

સેવાલિયા : મિત્રતાના દાવે ઉછીના લીધેલા નાણાં પરત ન કરી ચેક બાઉન્સ થતા ધોરાની મુવાડીની પ્રાથમિક શાળાના શિક્ષકને ગળતેશ્વર (સેવાલીયા) કોર્ટે કડક સજા ફટકારી સમાજમાં દાખલો બેસાડયો છે. કોર્ટે આરોપી શિક્ષકને એક વર્ષની કેદની સજા તેમજ ફરિયાદીને વળતર પેટે રૂ. ૨,૮૦,૦૦૦ ચૂકવવાનો હુકમ કર્યો છે.

ગળતેશ્વર તાલુકાના માયરાના મુવાડા ગામના રહેવાસી અને ધોરાની મુવાડી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રવિણભાઈ રયજીભાઈ પરમારે મિત્રતાના નાતેે અલ્પેશકુમાર શિરિલભાઈ ખ્રિસ્તી (રહે. ઠાસરા) પાસેથી રૂ. ૨,૮૦,૦૦૦ હાથ ઉછીના લીધા હતા. લાંબા સમય સુધી નાણાં પરત ન મળતા, અલ્પેશકુમારે ઉઘરાણી કરી હતી. જેના બદલામાં શિક્ષક પ્રવિણભાઈએ ચેક આપ્યો હતો. જોકે, આ ચેક બેંકમાં રજૂ કરતા સ્વીકારાયા વગર પરત ફર્યોે હતો. આથી, ફરિયાદીએ સેવાલીયા કોર્ટમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્ˆમેન્ટ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી શિક્ષક પ્રવિણભાઈ પરમારને ૧ વર્ષની કેદની સજા અને ફરિયાદીને ચેકની રકમ મુજબ રૂ. ૨,૮૦,૦૦૦ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે. તેમજ જો આરોપી બે માસમાં વળતરની રકમ ચૂકવવામાં કસૂર કરે, તો વધુ ૩ માસની કેદની સજા ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે.



Source link

Related Articles

Back to top button