ધ્રાંગધ્રામાં લાલ મરચાંના ભાવમાં તેજી : 30 થી 40 ટકા સુધીનો ભાવ વધારો | Red chilli prices soar in Dhrangadhra: Price increase of 30 to 40 percent

![]()
– આ વખતે મરચું નહીં ભાવની તીખાશ રોવડાવશે
– માવઠાથી મરચાંના પાકને નુકસાન થતાં ભાવમાં પ્રતિ કિલો રૂ. 80 થી 400 સુધી વધ્યા : ભાવ વધારાથી બજારમાં મંદી
ધ્રાંગધ્રા : ગૃહિણીઓની રસોઈને સ્વાદિષ્ટ બનાવતાં તેજાના ગરમ મસાલા સહિત લાલ ચટક મરચાની સિઝન ધીમેધીમે હવે ધમધમવા લાગી છે. જોકે ચાલુ વર્ષે લાલચટક મચરામાં લાલચોળ તેજી જોવા મળતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ઉનાળાની ગરમીની શરૂઆત થતાંની સાથે જ લોકો બારમાસી ખાદ્યપદાર્થોની ચીજવસ્તુઓ ભરવાની તૈયારીઓમાં વ્યસ્ત બની જાય છે ત્યારે પોષ માસના મધ્યમભાગમાં ખાસ કરીને શહેરની ગૃહિણીઓ તેજાના, ગરમ મમસાલા સહિત લાલ મચરું ખરીદવાની તૈયારીઓ કરવા લાગી જાય છે.
શિયાળાની પૂર્ણાહુતિ બાદ ઉનાળાની શરૂઆત સાથે જ બારમાસી તીખા તમતમતા મલસાલાની સિઝન શરૂ થઇ છે. ધ્રાંગધ્રાની બજારમાં મરચાનો વેપાર કરતા જથ્થાબંધ વેપારીઓ દ્વારા લાલ મચરાના ઢગ ખડકી દેવામાં આવ્યા છે. ખાસ કરીને આ મરચુ આંધ્રપ્રદેશ અને તાલીમનાડુમાંથી આયત કરવામાં આવી રહ્યું છે. જોકે, આ વર્ષે કમોસમી વરસાદના કારણે ઉત્પાદન પર અસર પડતા મરચાનો ભાવ સાંભળી ગુહિણીનોના મોઢામાથી સીસકારા નીકળી ગયા છે. આ વર્ષે માંગ સામે આવક ઓછી હોય ભાવમાં ૩૦થી માંડી ૪૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે.
ભાવ વધારાની સીધી અસર લાલ મરચાના વેપાર પર જોવા મળી રહી છે સિઝન શરૂ થઈ હોવા છતાં બજારમાં ગ્રાહકોની અવરજવર ઓછી હોવાથી વેપારીઓમાં નિરાશા જોવા મળી છે.વેપારીઓના જણાવ્યા મુજબ ભાવ સ્થિર રહેશે તો આગામી દિવસોમાં માંગ વધવાની શક્યતા છે, પરંતુ હાલ ભાવ વધારાને કારણે ખરીદીમાં મંદી જોવા મળી રહી છે.
|
૨૦૨૫ |
૨૦૨૬ |
વધારો |
|
|
તીખી મરચી |
રૂ.૩૦૦ |
રૂ.૩૮૦ |
રૂ.૮૦ |
|
રેશમપટ્ટી |
રૂ.૨૫૦ |
રૂ.૩૮૦ |
રૂ.૧૩૦ |
|
કાશ્મીરી |
રૂ.૪૦૦ |
રૂ.૬૦૦ |
રૂ.૨૦૦ |
|
કાશ્મીરી |
રૂ.૬૦૦ |
રૂ.૧,૦૦૦ |
રૂ.૪૦૦ |
|
હળદર |
રૂ.૨૬૦ |
રૂ.૩૦૦ |
રૂ.૪૦ |
|
ધાણાજીરુ |
રૂ.૨૪૦ |
રૂ.૨૦ |
|
|
|
(ભાવ |
|
|



