दुनिया

ટ્રમ્પે ઓબામા દંપતીને ‘વાંદરા’ બતાવ્યા બાદ પોસ્ટ ડિલીટ કરી પણ ભૂલ ન સ્વીકારી! | trump calls obama couple monkeys in video us president faces criticism


Donald Trump Obama video controversy: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક વિવાદાસ્પદ વીડિયો શેર કર્યો હતો, જેમાં પૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને પૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાને ‘એપ'(વાંદરા) તરીકે દર્શાવવામાં આવ્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ ડેમોક્રેટ અને રિપબ્લિકન બંને પક્ષોએ ટ્રમ્પની આકરી ટીકા કરી છે. ભારે વિરોધને પગલે ટ્રમ્પે પોસ્ટ તો ડિલીટ કરી દીધી છે, પરંતુ આ મામલે માફી માંગવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.

ઓબામાનું અપમાન

એક મિનિટના આ વીડિયોમાં 2020ની ચૂંટણીને લગતા જૂના અને પાયાવિહોણા આક્ષેપો ફરી દોહરાવવામાં આવ્યા હતા. વીડિયોના અંતે ઓબામા દંપતીના ચહેરાને વાંદરાના શરીર પર લગાડવામાં આવ્યા હતા અને બેકગ્રાઉન્ડમાં ‘દ લાયન સ્લીપ્સ ટુનાઈટ’ ગીત વાગી રહ્યું હતું. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂઝમે આ ઘટનાને ‘ઘૃણાસ્પદ વર્તન’ ગણાવીને તમામ રિપબ્લિકન નેતાઓને તેની નિંદા કરવા અપીલ કરી છે. 

આ પણ વાંચો: અમેરિકાએ પણ સ્વીકાર્યું PoK ભારતનો હિસ્સો છે, નક્શો જોઈ શાહબાઝ-મુનીર ખિજાશે

ચોતરફ ટીકાઓ છતાં ટ્રમ્પે કર્યો માફી માંગવાનો ઇનકાર

નોંધનીય છે કે ટ્રમ્પ અગાઉ પણ આવા વિવાદાસ્પદ AI-જનરેટેડ વીડિયો પોસ્ટ કરવા બદલ ચર્ચામાં રહ્યા છે. આ અગાઉ તેમણે ઓબામાની ધરપકડ અને અન્ય ડેમોક્રેટ નેતાઓની મજાક ઉડાવતા વીડિયો શેર કર્યા હતા. જોકે, આ વિવાદ પર વ્હાઇટ હાઉસે બચાવ કરતા જણાવ્યું હતું કે આ માત્ર એક ઇન્ટરનેટ મીમ વીડિયો છે અને વિરોધ પક્ષ ખોટો આક્રોશ ફેલાવી રહ્યો છે. આટલા હોબાળા છતાં ટ્રમ્પે મક્કમતાથી કહ્યું છે કે, ‘મેં કોઈ ભૂલ કરી નથી અને હું માફી માંગીશ નહીં.’


ટ્રમ્પે ઓબામા દંપતીને 'વાંદરા' બતાવ્યા બાદ પોસ્ટ ડિલીટ કરી પણ ભૂલ ન સ્વીકારી! 2 - image





Source link

Related Articles

Back to top button