પાટડી આઇટીઆઇ નજીક ટેન્કરની અડફેટે આધેડ બાઇક ચાલકનું મોત | Middle aged bike rider dies after being hit by tanker near Patdi ITI

![]()
– પોલીસે ફરાર ટેન્કર ચાલકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી
– અકસ્માત સર્જી ટેન્કરનો ચાલક પાણી પુરવઠાની ઓફિસમાં વાહન મુકી બાઇક લઇ નાસી છુટયા
પાટડી : સાડા તાલુકાના પાટડી-બજાણા રોડ પર આઈટીઆઈ પાસે પાણીના ટેન્કરની અડફેટે સેડલા ગામના આધેડનુ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી ટેન્કરનો ચાલક વાહન મુકીને નાસી છુટયો હતો. બનાવ અંગે પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સાડા તાલુકાના સેડલા ગામના અતુલભાઈ રઘુરામ ગેડિયા (ઉં.વ.૪૮) બજાણા તરફથી પાટડી તરફ પસાર થઈ રહ્યા હતા. ત્યારે આઈટીઆઈ પાસે પુરપાટ ઝડપે આવતા પાણીના ટેન્કરે જોખમી રીતે વળાંક લેતા બાઈક ચાલક ટેન્કર સાથે અથડાયો હતો. ટેન્ક્રની ટક્કરથી અતુલભાઇને ગંભીર ઈજાઓ પહોચતા મોત નિપજ્યું હતું. જ્યારે ટેન્કર ચાલક અકસ્માત સર્જી પાણી પુરવઠાની ઓફિસ ખાતે ટેન્કર મુકી બાઈક પર નાશી છૂટયો હતો.
બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઇ પીએમ માટેની તજવીજ હાથ ધરી નાસી છુટેલા ટેન્કર ચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખની છે કે રણમાં પીવાનું પાણી પુરૂ પાડવા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં બિન અનુભવી ચાલકના કારણે આવા કિસ્સાઓ બનતા હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. તેમજ ફોર લેન હાઇવેની કામગીરી ચાલી રહી છે જે ધીમીગતિએ અને રોડના અધુરા કામના કારણે વાહન ચાલકો અર્ધ નિર્માણ રોડ પર પોતાનુ વાહન ચલાવે છે જેના કારણે અકસ્માતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.



