गुजरात

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીના શર્ટ પર બ્લેડ મારી બટન તોડયા | Ekkewe button won an chon sukun uf ra atai ren ew blade non ewe Sukunen Fisuen Ran



અમદાવાદ, શુક્રવાર

ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં લાઇન કરાવવા બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થઇ હતી જેની અદાવત રાખીને વિદ્યાર્થીએ જ વિદ્યાર્થીના શર્ટ પર બ્લેડ મારીને બટન તોડીને માર માર્યો હતો. એટલું જ નહી અગલી બાર ઐસા કુછ કિયા તો તુજકો જાન સે માર દેગે તેવી ધમકી આપી હતી. આ જ સેવન્થ ડે સ્કૂલમાં વર્ષ પહેલા વિદ્યાર્થીની હત્યા થઇ હતી જેને લઇને વહીવટ સરકાર હસ્તક લેવામાં આવ્યો હતો ત્યારે વાલીઓને સલામતીની ખાતરી આપવામાં આવી હતી પરંતુ વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થતા આગલા દિવસે ધમકી આપી હતી સ્કૂલતંત્રને લેખિતમાં અરજી આપવામાં આવી હતી છતા કાર્યવાહી ન કરાતા હુમલાની ઘટના બની હતી જેથી સ્કૂલ દ્વારા આપવામાં આવેલા સુરક્ષાના દાવાના લીરેલીરા ઉડયા હતા.  આ અંગે સગીર વિધાર્થીના પિતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિધાર્થી સામે ફરિયાદ નોંધાવી છે. 

ખોખરાની સેવન્થ ડે સ્કૂલ સરકાર હસ્તક વહીવટ લીધા બાદ પણ કોઇ ફરક ના પડયો ઃ વાલીઓને સલામતીની ખાતરીના લીરેલીરા ઉડી ગયા

વટવામાં રહેતા યુવકે ખોખરા પોલીસ સ્ટેશનમાં ત્રણ વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવી છે કે તેમનો ૧૨ વર્ષનો પુત્ર ખોખરામાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં ઘોરણ-૭માં અભ્યાસ કરે છે અને ક્લાસમાં મોનીટર તરીકે નીમવામાં આવ્યો હતો જેથી તા. ૪ના રોજ બપોરના સમયે સ્કૂલ છુટી તે સમયે ફરિયાદીનો પુત્ર બધા વિધાર્થીને એક લાઇન કરાવતો હતો. જેમાં ત્રણ વિધાર્થીઓ લાઇનમાં ચાલતા ન હતા. જેથી મોનિટરે ત્રણેયને સાઇડમાં ઉભા રહેવાનું જણાવ્યું હતું.  જેથી ત્રણેયે ઝઘડો કર્યો હતો. બાદમાં ત્રણેયે વિદ્યાર્થી સ્કૂલ કંમ્પાઉન્ડમાં સાયકલ પાકગમાં સગીર વિધાર્થીને તને કાલે જોઇ લઇશું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.  પુત્રએ વિધાર્થીઓ સાથે તકરાર થઇ હોવાની જાણ પિતાને કરી હતી. જેને લઇન સગીરના ભાઇએ સ્કૂલમાં અરજી આપતા સ્કૂલ તંત્ર  દ્વારા આ બાબતે તપાસ કરી કાર્યવાહી કરીશું તેમ કહ્યું હતું.

બીજા દિવસે ફરિયાદીનો પુત્ર સ્કૂલમાં ક્લાસમાંથી વોશરુમ કરવા માટે ત્યારે ત્રણેય વિદ્યાર્થી તેની પાછળ વોશરૃમમાં જઇને કાલે તે અમને લાઇનમાંથી કેમ બહાર કાઢયા કહીને કોલર પકડીને શર્ટ પર બ્લેડ મારીને બટન તોડી નાખ્યા બાદ માર માર્યો હતો તેમજ હવે આવું કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.



Source link

Related Articles

Back to top button