दुनिया

બલુચિસ્તાનમાંથી ટ્રમ્પ સોનું ખોદી કાઢશે, ‘રેકો-ડીક’ પ્રોજેક્ટમાં 1.3 બિલિયન ડોલર રોકશે | Trump to mine gold from Balochistan invest 1 3 billion in ‘Reco Dic’ project



– સોના ઉપરાંત દુર્લભ ખનિજો ઉપર પણ અમેરિકાની નજર

– પ્રશ્ન તે છે કે બલુચ-વિદ્રોહીઓ તે પ્રોજેક્ટ અમલી થવા દેશે ? ખોદકામથી કરાચી સુધી તે ખનિજો પહોંચાડવામાં પૂરેપૂરું જોખમ છે

ક્વેટા : બલુચિસ્તાનમાં આઝાદીનો જંગ ચાલી રહ્યો છે. ત્યાંના લોકો પોતાના સંસાધનો ખોદી દેશ બહાર લઈ જવા સામે રણે ચઢયા છે. તેવામાં અમેરિકાએ ત્યાં ખોદકામ માટે ૧.૩ બિલિયન ડોલર રોકવા નિર્ણય કર્યો છે. પાકિસ્તાનની સમવાયતંત્રી સરકારે તાંબુ, સોનું તથા અન્ય દુર્લભ ખનિજોના માઈનિંગ માટે અમેરિકા સાથે કરાર બદ્ધ છે. બલુચિસ્તાનમાં લિથિયમ, ટાઇટેનિયમના પણ ભંડારો છે. યુરેનિયમ હોવાની પણ સંભાવના છે. તે ખોદી કાઢવા અમેરિકાએ રેકો-ડીક નામક પ્રોજેક્ટ હાથ ધર્યો છે. બલુચિસ્તાન અને ઇરાનની સરહદ નજીક આ પ્રોજેક્ટ શરૂ કરવાનો છે. આવા કુલ ૭ અબજ ડોલરના પ્રોજેકટસ છે. તેમાં ૨૦૨૮ સુધીમાં ઉત્પાદન શરૂ થવાનું છે.

આ પ્રોજેકટ કેનેડાની માઈનર-બેરિક-કોર્મ અને પાકિસ્તાનની સમવાયતંત્રી સરકાર દ્વારા ભાગીદારીમાં હાથ ધરવામાં આવ્યો છે. અમેરિકાની આયાત-નિકાસ બેન્ક (એકિઝમ બેંક) પણ તેમાં ભાગ લઈ રહી છે.

ભિખારી બની ગયેલા પાકિસ્તાનને ડોલર્સની જરૂર છે. તેથી તેણે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે.

પ્રશ્ન તે છે કે બલુચ-વિપ્લવીઓ તે પૂરો થવા દેશે કે કેમ ? નિયમાનુસાર સમવાયતંત્રમાં સમવાયતંત્ર સાથે જોડાયેલા રાજયની સહમતિ અનિવાર્ય છે. બલુચો પોતાના દેશમાંથી સોના અને ત્રાંબા સહિત યુરેનિયમ સુધીની દુર્લભ ખનિજો તેમની મંજૂરી વિના ખોદવા દેશે કે કેમ ? ઉપરાંત તે ખનિજો ટ્રેન દ્વારા કરાચી સુધી પહોંચવા દેશે કે કેમ ? 

ભૂમિગત વાસ્તવિકતા તે છે કે બલુચિસ્તાનનાં વિદ્રોહી જૂથોના એક છત્રીય આંદોલન બલુચ લિબરેશન આર્મી (બીએલએ) તે ખનિજો કરાચી સુધી પહોંચવા દેશે કે કેમ ?

તે સર્વવિદિત છે કે પશ્ચિમતળ ભાગે રહેલુ ગ્વાડર બંદર તો ચીનના હાથમાં છે. તેથી પાકિસ્તાનની સમવાયતંત્રી સરકારે સિંધનું કરાચી બંદર તે દુર્લભ ખનિજો વહાણ પર ચઢાવવા પસંદ કર્યું છે. પરંતુ બલુચ વિદ્રોહીઓ ટ્રેનોને જ નિશાન બનાવી રહ્યા છે.



Source link

Related Articles

Back to top button