વડોદરાના સાવલી તાલુકામાં વધુ એક દીપડાનું મોત, ડી કમ્પોઝ બોડી મળી | Another leopard dies in Savli taluka of Vadodara decomposed body found

![]()
Vadodara : વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં વધુ એક દીપડાનું મોત નીપજવાનો બનાવ બનતા ફોરેસ્ટ વિભાગે તપાસ હાથ ધરી છે.
સાવલી તાલુકાના પ્રથમપુરા ગામ અજીતભાઈના ખેતરમાં ચાર દિવસ પહેલા એક દીપડાનું મૃત્યુ થયું હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. આજે કોઈ ગ્રામજનો ધ્યાન જતા સાવલી ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી આરએફઓ અને ટીમે દીપડાનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
દીપડાનું મોત ચાર પાંચ દિવસ પહેલા થયું હોવાથી મૃતદેહ ડીકંપોઝ થઈ ગયો હતો. પ્રાથમિક તબક્કે દીપડાના શરીર પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી અને કુદરતી રીતે તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આમ છતાં પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે તેની રાહ જોવાઈ રહી છે.
નોંધનીય છે કે, ત્રણ વર્ષ પહેલા પણ સાવલી તાલુકાના ધનતેજ ગામની સીમમાંથી દીપડો સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી ફોરેસ્ટ વિભાગે દીપડાની હત્યા બદલ ગુનો નોધી એક ગ્રામજનની ધરપકડ પણ કરી હતી.



