गुजरात

અમરેલીના બગસરામાં લોહીના સંબંધો લજવાયા, પુત્રએ પિતાની બોથડ પદાર્થનો ઘા મારી હત્યા કરી | Father Dies After Son’s Attack in Munjiyasar Village Amreli



Amreli News: અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મુંજયાસર ગામે હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પરપ્રાંતિય ખેતમજૂર પિતાની તેના જ આંગળિયાત પુત્રએ બોથડ પદાર્થનો ઘા મારી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, મુંજયાસર ગામની સીમમાં ખેતમજૂરી કરતા પરપ્રાંતિય પરિવારમાં કોઈ અગમ્ય કારણોસર ઝઘડો થયો હતો. આ તકરાર એટલી હદે વણસી હતી કે આરોપી સુરેશ મસારે પિતા રમણભાઈના માથાના ભાગે બોથડ પદાર્થનો જોરદાર ઘા ઝીંકી દીધો હતો, જેના કારણે ગંભીર ઈજાઓ થતા રમણભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હુમલાખોર એટલો ઉશ્કેરાયેલો હતો કે તેણે વચ્ચે પડેલી બે મહિલાઓને પણ માર માર્યો હતો. ઈજાગ્રસ્ત બનેલી બંને મહિલાઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો: જામનગરમાં પોલીસનું મેગા ડિમોલિશન, 150થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા

પોલીસ કાર્યવાહી

હત્યાની જાણ થતા જ બગસરા પોલીસનો કાફલો મુંજયાસર ગામે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક રમણ કટારાના દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ઘટનાસ્થળનું પંચનામું કરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ દ્વારા આ મામલે વિધિવત રીતે હત્યાની ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button