दुनिया

યુદ્ધના અંતની શરૂઆત? રશિયા-યુક્રેન વચ્ચે ઐતિહાસિક સમજૂતી, 314 યુદ્ધકેદીઓ થશે આઝાદ! | Russia Ukraine Peace Talks Abu Dhabi 2026 Update



Russia vs Ukrain war Updates : અબુ ધાબી (UAE) માં અમેરિકાના મધ્યસ્થી હેઠળ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી હાઈ-પ્રોફાઈલ શાંતિ વાટાઘાટો હવે એક નિર્ણાયક વળાંક પર પહોંચી ગઈ છે. ટ્રમ્પના શાંતિ દૂત સ્ટીવ વિટકોફે પુષ્ટિ કરી છે કે બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા અને યુદ્ધ વિરામ તરફ આગળ વધવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 

કયો નિર્ણય લેવાયો? 

રશિયા અને યુક્રેન વચ્ચે આગામી દિવસોમાં 314 યુદ્ધકેદીઓની અદલાબદલી કરવામાં આવશે. છેલ્લા પાંચ મહિનામાં આ પ્રથમ મોટી સફળતા માનવામાં આવી રહી છે, જે આ ભયાનક જંગના અંતની શરૂઆત હોઈ શકે છે. આ બેઠકમાં માત્ર કેદીઓ જ નહીં, પરંતુ સુરક્ષા ગેરંટી અને ઝાપોરિઝ્ઝિયા પરમાણુ પ્લાન્ટ જેવા ગંભીર મુદ્દાઓ પર પણ મંથન ચાલી રહ્યું છે.

જોકે, આ શાંતિ પ્રયાસો વચ્ચે પણ યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીનું વલણ કડક જોવા મળી રહ્યું છે. ઝેલેન્સ્કીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ રશિયાને કોઈ પણ પ્રકારનો ‘પુરસ્કાર’ (જમીન કે છૂટછાટના રૂપમાં) આપવાના પક્ષમાં નથી. એક તરફ ટેબલ પર શાંતિની ચર્ચા ચાલી રહી છે, ત્યારે બીજી તરફ બંને દેશો દ્વારા એકબીજા પર ભીષણ ડ્રોન હુમલા પણ ચાલુ છે. 

અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ જટિલ પરિસ્થિતિમાં સંયમ રાખવાની અપીલ કરી છે. જેલેન્સ્કીની આ નારાજગી પાછળનું મુખ્ય કારણ રશિયાની આકરી શરતો હોવાનું મનાય છે, જે યુક્રેનની સાર્વભૌમત્વ સાથે જોડાયેલી છે. UAE માં ચાલી રહેલી આ વાટાઘાટોમાં પાંચ મુખ્ય શરતો પર સમજૂતી થવાની શક્યતા છે. 

હવે પછી કયો પ્લાન છે? 

પ્રથમ તબક્કે યુદ્ધકેદીઓની અદલાબદલી બાદ, ઝાપોરિઝ્ઝિયા ન્યુક્લિયર પ્લાન્ટને ‘ન્યુટ્રલ ઝોન’ જાહેર કરવા પર ચર્ચા ચાલી રહી છે, જેથી તેને આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ યુક્રેનની ગ્રીડ સાથે જોડી શકાય. રશિયાની સૌથી મોટી શરત એ છે કે યુક્રેન ભવિષ્યમાં ક્યારેય ‘નાટો’ (NATO) માં સામેલ થશે નહીં, જેના બદલામાં અમેરિકા યુક્રેનને દ્વિપક્ષીય સુરક્ષા ગેરંટી આપી શકે છે. આ ઉપરાંત, યુદ્ધને હાલની સ્થિતિ પર જ ‘ફ્રીઝ’ કરવા એટલે કે જે સેના જ્યાં ઉભી છે ત્યાં જ લડાઈ રોકવા અને રશિયા પરના આર્થિક પ્રતિબંધો ધીરે-ધીરે હટાવવા જેવા મુદ્દાઓ પર સમજૂતીના પ્રયાસો તેજ બન્યા છે.



Source link

Related Articles

Back to top button