गुजरात
જે.સી.બી.પર શ્રમજીવીઓને બેસાડીને જતો ડ્રાઇવર ઝડપાયો | Driver caught carrying workers on JCB

![]()
વડોદરા,જે.સી.બી.ની ઉપર શ્રમજીવીઓ અને બાળકોને બેસાડીને પૂરઝડપે જતા ડ્રાઇવર સામે હરણી પોલીસે ગુનો દાખલ કરી તેને ઝડપી પાડી કાન પકડાવી માફી મગાવી હતી.
ગઇકાલે સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં જે.સી.બી.ના આગળ તથા કેબીનમાં શ્રમજીવીઓને બેસાડીને એક જે.સી.બી.નો ચાલક પૂરઝડપે જતો હતો. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. જે.સી.બી. પાંજરાપોળથી ખોડિયારનગર ચાર રસ્તા તરફ જતું હતું. જે.સી.બી.ના નંબરના આધારે પોલીસે ડ્રાઇવર મુમતાજ હકીમમીંયા આલમ (રહે. એરફોર્સ બ્રિજ પાસે, વડોદરા, મૂળ રહે. ગામ કોદરકટ, બનકટવા, પૂર્વી ચંપારણ, બિહાર) ને ઝડપી પાડયો હતો. પોલીસે તેની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. લોકોના જીવ જોખમમાં મૂકનાર ડ્રાઇવર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નહતું.

