ખેડા જિલ્લામાં 55 આઉટસોર્સિંગ કર્મચારીઓની રોજગારી છીનવાઈ | 55 outsourcing employees lost their jobs in Kheda district

![]()
રાજ્યમાં ઈ-ગ્રામ હેઠળના 1407 કર્મચારીઓ છૂટા કરાયા
ડિજિટલ ગુજરાતનું સપનું સાકાર કરનારા પાયાના કાર્યકરો જ બાકાત : છેવાડાના માનવી સુધી પહોંચતી સેવાઓ પર બ્રેક
નડિયાદ: રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૭માં ઇ-ગ્રામ યોજનાના પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે છેલ્લા ઘણા વર્ષોેથી આ પ્રોજેક્ટ આઉટસોર્સિંગ તરીકે ફરજ બજાવતા ૧,૪૦૭ જેટલા કર્મચારીઓને એક ઝાટકે છુટા કરી દેવામાં આવ્યા છે. જેમાં ખેડા જિલ્લામાં ટી.એલ.ઈ, એમ.આઇ.એસ.તરીકે આઉટસોર્સિંગ તરીકે ફરજ બજાવતા આશરે ૫૫ જેટલા કર્મચારીઓને પણ છુટા કરી દેવામાં આવ્યા છે. જેથી એકાએક રોજગારી છીનવાઈ જતા આઉટસોર્સિંગ કર્મચારીઓ કફોડી હાલતમાં મુકાયા છે.
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૭માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઈ-ગ્રામ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ સેવાઓ છેવાડાના લોકો ઝડપથી સરકારની યોજનાનો લાભ લઇ શકે તે હેતુથી ‘ઈ-ગ્રામ, વિશ્વ ગ્રામ’ યોજનાનો અમલ કરવામાં આવ્યો હતો.
આ માટે પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડેલ હેઠળ ગ્રામ કક્ષાએ વિઈસી કામગીરી કરી રહ્યાં છે.
ટી.એલ.ઇ.ડી.એલ.ઇ.માં ટીએલઈ, મેન પાવર અને ૧૫માં નાણાપંચમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે આઉટ સોસગ કર્મચારી તરીકે કર્મચારીઓને લેવામાં આવ્યા હતા. આ ટી.એલ.ઈ કર્મચારીઓ દ્વારા ઇ-ગ્રામ પંચાયતોમાં ઓનલાઇન કામગીરી દરમિયાન કોમ્પ્યુટર કે અન્ય ઉપકરણોમાં થતી ક્ષતિઓનું નિરાકરણ લાવવા તેમજ ગ્રામ્ય લેવલ પર સર્વર ડાઉન,એરરનું સોલ્યુશન, સરકારી વેબસાઈટ વગેરેની વીઇસીને ટ્રેનિંગ આપવામાં આવતી હતી.ખેડા જિલ્લામાં તાલુકા કક્ષાએ ફરજ બજાવતા ટી.એલ.ઈ અને એમ.આઇ.એસ જેવા ૫૫ જેટલા કર્મચારીઓને છૂટા કરાતા સરકારની વિવિધ યોજનાઓનો અમલ કરવામાં અને બહોળો લાભ પ્રજાજનો સુધી પહોંચવામાં વિલંબ થાય તેમ છે. છેલ્લા ઘણાં વર્ષોેથી ડિજીટલ ગુજરાતના સ્વપ્ન સાકાર કરવામાં અને સરકારી યોજનાઓને ગ્રામજનો સુધી પહોંચાડવામાં આ કર્મચારીઓએ મહત્વ ભુમિકા ભજવી છે. ટેકા ભાવે ખેડૂતોને પાક ની ખરીદી કૃષિ લક્ષી યોજનાઓ છેલ્લે ભારે વરસાદને કારણે ખેડૂતો થયેલા પાક નુકસાનનું વળતર ચુકવણી કરવા માટે આ જ આઉટસોસગ કર્મચારીઓએ મહત્વની ભુમિકા ભજવી હતી. ત્યારે સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ઇ-ગ્રામ પ્રોજેક્ટમાં કામ કરતા ટી.એલ.ઈ.ડી.એલ.ઈ.છુટા કરવામાં આવતા આઉટ સોસગ કર્મચારીઓમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. ત્યારે સરકાર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લઈ આઉટસોસગ કર્મચારીઓને ઉચિત ન્યાય મળે તે ઈચ્છનીય છે.

