मनोरंजन
પતિ, પત્ની ઔર વો-ટુ ફિલ્મની આવતા મહિનાની રીલિઝ ટળી | Next month’s release of the film Pati Patni Aur Wo To has been postponed

![]()
– હજુ ફિલ્મનાં એક ગીતનું શૂટિંગ બાકી છે
– આયુષ્માન, સારા, વામિકા અને રકૂલની ફિલ્મ માટે નવી તારીખો મેળવવી વધુ મુશ્કેલ
મુંબઇ : આયુષ્માન ખુરાના, રકૂલ પ્રીતસિઘ, વામિકા ગબ્બી અને સારા અલી ખાનની ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો-ટુે’ની આવતા મહિને થનારી રીલિઝ ટળી ગઈ છે.
મૂળ પ્લાન પ્રમાણે આ ફિલ્મ આગામી ચોથી માર્ચે રીલિઝ થવાની હતી. પરંતુ, કહે છે કે હજુ ફિલ્મનાં એક ગીતનું શૂટિંગ બાકી છે. આ ઉપરાંત ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન પણ લંબાઈ ગયું છે.
જોકે, ટ્રેડ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મને નવી તારીખ મેળવવામાં બહુ તકલીફ પડશે. આગામી તા. ૧૯મી માર્ચે ‘ધુરંધર: ધી રિવેન્જ’ અને ‘ટોક્સિક’ એમ બે મોટી ફિલ્મો રીલિઝ થવાની છે. તે પછી ક્રિકેટ મેચોનું લાંબુ શિડયુલ છે.



