गुजरात

ખંભાળિયાની એક હત્યાના કેસમાં 20 વર્ષની સજા પામેલો જામનગરનો એક કેદી પેરોલ જમ્પ કરીને ભાગી છુટ્યા બાદ ધ્રોળ પંથકમાંથી ઝડપાયો | Jamnagar prisoner sentenced 20 years in murder case caught in Dhrol after escaping by jumping parole



જામનગરમાં સેટેલાઈટ પાર્ક વિસ્તારમાં રહેતા સબીર મિયાં અઝીઝમીયા સૈયદ (ઉંમર વર્ષ ૫૦) કે જેને ખંભાળિયાના હત્યા ના એક ગુનામાં 20 વર્ષની જેલ સજા ફટકારવામાં આવી હતી, અને પોતે વડોદરા ની જેલમાં પાકા કામના કેદી તરીકે જેલવાસ ભોગવતો હતો.

દરમિયાન તેને 16.10.2025થી 31.10.2025 સુધી 14 દિવસ માટે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો, અને પોતાની મુદત પૂરી થઈ ગયા બાદ ફરીથી જેલમાં હાજર થયો ન હતો, અને નાસ્તો ફરતો રહ્યો હતો. 

ઉપરોક્ત ફરારી આરોપી જેને પોલીસ શોધી રહી હતી, દરમિયાન ગઈકાલે જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં પોતે આવ્યો હોવાની બાતમીના આધારે ધ્રોલ પોલીસે વોચ ગોઠવી ઝડપી લીધો હતો, અને તેને ફરીથી વડોદરાની જેલમાં મોકલી આપ્યો છે.



Source link

Related Articles

Back to top button