दुनिया

જ્વાળામુખી જેવો બ્લાસ્ટ! રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ વિસ્ફોટ | russia tambov train explosion fuel wagon fire 2026



Russia Railway Station Blast : રશિયાના ટેમ્બોવ (Tambov) વિસ્તારમાં એક માલગાડીમાં ભયાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઈ છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, રશિયાના મહત્વના સપ્લાય રૂટ પરથી પસાર થઈ રહેલી ટ્રેનના ફ્યૂલ વેગનમાં આ બ્લાસ્ટ થયો હતો.

ભયાનક વિસ્ફોટ

વિકરાળ આગ અને નુકસાન આ વિસ્ફોટ મોસ્કો-વોરોનેઝ-રોસ્તોવ રૂટ પર આવેલા કોચેતોવકા-2 સ્ટેશન પાસે થયો હતો. મળતી માહિતી મુજબ, ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી અને ત્યારબાદ ઈંધણના વેગનમાં વિકરાળ આગ લાગી હતી. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેની જ્વાળાઓ આકાશમાં 1000 ફૂટથી પણ વધુ ઊંચાઈ સુધી જોવા મળી હતી. આ દુર્ઘટનામાં રેલવેના આશરે 30 જેટલા વેગન ક્ષતિગ્રસ્ત થયા છે. જોકે, રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી.

રેલવે વ્યવહાર ખોરવાયો

રેલવે વ્યવહાર પર અસર આ વિસ્ફોટને કારણે આ વ્યસ્ત રેલવે લાઇન પરની કામગીરી ખોરવાઈ ગઈ હતી, જેના પરિણામે અનેક ઇન્ટરસિટી ટ્રેનોના શિડ્યુલ ખોરવાયા હતા અને ટ્રેનો મોડી પડી હતી.

યુક્રેનના હુમલાની આશંકા

યુક્રેન પર આશંકા કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વિસ્ફોટ પાછળ યુક્રેનનો હાથ હોઈ શકે છે. યુક્રેન દ્વારા અગાઉ પણ રશિયાના મહત્વના સપ્લાય રૂટ અને વ્યૂહાત્મક સ્થળો પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. આ રેલવે લાઇન રશિયાના દક્ષિણ ભાગમાં ઇંધણ, સૈન્ય ઉપકરણો અને ભારે સમાન પહોંચાડવા માટેનો મુખ્ય કોરિડોર છે. રશિયાની સપ્લાય ચેનને તોડવા માટે યુક્રેને આ હુમલો કર્યો હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.



Source link

Related Articles

Back to top button