राष्ट्रीय

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર 25 કલાકથી ભયાનક ટ્રાફિક જામ, સુરંગ નજીક ગેસ ટેન્કર પલટતા હજારો વાહનો ફસાયા | Massive Traffic Jam on Mumbai Pune Expressway: Gas Tanker Leak Strands Thousands for 25 Hours



Traffic Jam on Mumbai-Pune Expressway : મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે એક ગેસ ટેન્કર પલટી જવાના કારણે હજારો વાહનો લાંબી ટ્રાફિક લાઈનમાં ફસાઈ ગયા છે. ટેન્કરમાંથી પ્રોફિલિન ગેસ લિકેજ થઈ રહ્યું હોવાના કારણે સુરક્ષાને ધ્યાને રાખીને મુંબઈ તરફ જતા વાહનો અટકાવી દેવાયા છે. રિપોર્ટ મુજબ છેલ્લા 25 કલાકથી ટ્રાફિક જામ છે. કેટલાક લોકો સવારે 4.00 વાગ્યાથી તો કેટલાક રાત્રે 3.00 કે 5.00 વાગ્યાથી ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. આ કારણે અનેક લોકોની ફ્લાઈટો પણ છુટી ગઈ છે.

મુસાફરો ભારે મુશ્કેલીમાં

સ્થળ પર પાણી, ભોજન અને ટોયલેટની વ્યવસ્થા ન હોવાના કારણે મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પ્રવાસીઓએ તાત્કાલીક ટ્રાફિક જામ દુર કરવાની માંગ કરી રહ્યા છે. ગઈકાલે ત્રણ ફેબ્રુઆરીએ સાંજે 5.00 કલાકે ખંડાલા ઘાટના આડોશી સુરંગ પાસે, મુંબઈ તરફ જતી લેન પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું હતું, જેના કારણે આ ગંભીર સ્થિતિ ઉભી થઈ છે.

ટેન્કરમાંથી કેમિકલના લિકેજથી ખતરો

ટેન્કરમાંથી કેમિકલ લિકેજ થઈ રહ્યું હોવાના કારણે આખા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને સંબંધીત વિભાગો દ્વારા યુદ્ધના સ્તરે કામકાજ ચાલી રહ્યું છે. કોઈ મોટી ઘટના ન મળે તે હેતુથી મુંબઈ તરફ જતો ટ્રાફિક સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. 

15 કિમી લાંબો ટ્રાફિક જામ

આ હાઈવે પર 15 કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિક જામ થઈ ગયો છે. બીજીતરફ ટ્રાફિક વ્યવસ્થાપન દ્વારા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. હાઈવે પોલીસ તાનાજી ચીખલે કહ્યું કે, એનડીઆરએફ, બીપીસીએલ અને અન્ય ટીમો દ્વારા યુદ્ધના સ્તરે કામ ચાલી રહ્યું છે. સ્થિતિને નિયંત્રણમાં લેવાનો અને ટ્રાફિક વ્યવસ્થાને સુચારુરુપે શરૂ કરવા માટે તમામ પ્રયાસો ચાલી રહ્યા છે. જ્યારે સુધી ગેસ લીકેજ બંધ નહીં થાય ત્યાં સુધી ટ્રાફિક સમસ્યા રહેશે. 

આ પણ વાંચો : 17 શહેરોમાં 20 નવી ટ્રેનો શરૂ, જુઓ તમામ રૂટોની યાદી

આ પણ વાંચો : ફ્લાઈટના એન્જિનમાં આગ, કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ



Source link

Related Articles

Back to top button