જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, ઉધમપુરમાં જૈશના ટોપ કમાન્ડર માવી સહિત 2 આતંકવાદી ઠાર | Jammu and Kashmir: 2 Jaish Terrorists Neutralised in Udhampur Encounter

2 Jaish Terrorists Neutralised in Jammu and Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં સુરક્ષા દળોએ બે દિવસ સુધી ચાલેલા ભીષણ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદ (JeM)ના બે પાકિસ્તાની આતંકીઓને ઠાર માર્યા છે. મંગળવારે (ત્રીજી ફેબ્રુઆરી) શરૂ થયેલું આ ઓપરેશન બુધવારે (ચોથી ફેબ્રુઆરી) બપોરે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. ઠાર થયેલા આતંકીઓ પૈકી એકની ઓળખ જૈશના ટોપ કમાન્ડર અબુ માવિ (Mavi) તરીકે થઈ છે, જે લાંબા સમયથી આ વિસ્તારમાં સક્રિય હતો.
![]() |
જૈશનો ટોપ કમાન્ડર અબુ માવિ
સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
અહેવાલો અનુસાર, ભારતીય સેનાના વ્હાઇટ નાઈટ કોર્પ્સ (White Knight Corps), જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFએ ગુપ્ત માહિતીના આધારે રામનગરના જોફડ-માર્તા જંગલ વિસ્તારમાં આ ઓપરેશન હાથ ધર્યું હતું. આતંકવાદીઓ જંગલમાં આવેલી એક ગુફામાં છુપાયા હતા. મંગળવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ સુરક્ષા દળો સાથે પ્રથમ સંપર્ક થયો હતો. ત્યારબાદ આતંકીઓએ અંધારાનો લાભ લઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને જોરદાર ફાયરિંગ કર્યું હતું, પરંતુ સતર્ક જવાનોએ ઘેરાબંધી વધુ મજબૂત બનાવી દીધી હતી.
આખી રાત આ વિસ્તાર પર ડ્રોન અને ડોગ સ્ક્વોડ દ્વારા નજર રાખવામાં આવી હતી. બુધવારે વહેલી સવારે સેનાએ અંતિમ કાર્યવાહી શરૂ કરી અને બંને આતંકીઓને ઠાર માર્યા હતા. આ દરમિયા આતંકીઓ પાસેથી હથિયારો અને મોટી માત્રામાં વિસ્ફોટક અને દારૂગોળો
ટોપ કમાન્ડર અબુ માવિયાનો સફાયો
સૂત્રોના જણાવ્યાનુસાર, માવિયા પાકિસ્તાની આતંકવાદી હતો અને જમ્મુ ડિવિઝનમાં આતંકવાદી નેટવર્ક મજબૂત કરવાનું કામ કરી રહ્યો હતો. તેના મોતથી જૈશના આંતરમાળખાને મોટો ફટકો પડ્યો છે. બીજા આતંકીની ઓળખ ‘ઝુબેર’ તરીકે કરવામાં આવી રહી છે.




