गुजरात

ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું, છેલ્લા 6 વર્ષમાં 1.30 લાખ કિલોનો જથ્થો ઝડપાયો, દરિયા કિનારા હેરાફેરીનું એપી સેન્ટર | Gujarat Emerges as Drug Hub: Over 1 30 Lakh Kg Seized in 6 Years



Gujarat Emerges as Drug Hub: ગુજરાત ડ્રગ્સ લેન્ડિંગ માફિયાઓ માટે હબ બની ગયું છે. 2020થી 2025 એમ 6 વર્ષમાં ગુજરાતમાંથી 1.30 લાખ કિલોથી વધુ ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં 71,487 કિલો ગાંજા,56,477 કિલો અફીણ, 204 કિલો કોકેઇન અને 2047 કિલો સિન્થેટિક ડ્રગ્સનો સમાવેશ થાય છે. 

ગુજરાતના પોર્ટ અને દરિયાકિનારા ડ્રગ્સની હેરાફેરીનું સેન્ટર 

ગુજરાતમાં કંડલા, મુન્દ્રા, પીપાવાવ ગાંધીધામ, પોરબંદર વગેરે બંદરો ડ્રગ્સ માફિયાઓનાં હોટ ફેવરીટ બની ગયા છે. ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના પોર્ટ અને દરિયાકિનારાને ડ્રગ્સની હેરાફેરીનું સેન્ટર બનાવી દીધું છે. ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી આવતા ડ્રગ્સને ગુજરાતની દરિયાઈ સીમામાંથી ઘૂસાડાય છે અને પછી દેશમાં અન્ય કોઈ ઠેકાણે આ ડ્રગ્સની ડીલીવરી કરાય છે.

આ પણ વાંચો: પુરુષોમાં મોંઢાના કેન્સરના કેસ એક વર્ષમાં 10% વધ્યાં, સિવિલમાં દરરોજ આવા 5 દર્દીની એન્ટ્રી!

અફઘાનિસ્તાનથી આવતું ચરસ સુગર કોકેન હાઈ ક્વોલીટીનું

ગુજરાતના બંદરો અને દરિયાઈ સીમામાં ઘૂસાડાયેલા ડ્રગ્સની દેશના અન્ય પોર્ટ ઉપર અથવા તો દરિયામાં અધવચ્ચે ડિલિવરી કરાતી હોય છે અને તેને ખાનગી જગ્યાએ છુપાવી દેવામાં આવે છે. અફઘાનિસ્તાનથી આવતું ચરસ સુગર કોકેન હાઈ ક્વોલીટીનું હોય છે અને તે ઈરાન થઈને વાયા કરાચી થઈ ગુજરાતના દરિયાકાંઠેથી પસાર કરાવીને બીજા દેશો સુધી પહોંચાડાય છે.

જાણકારોના મતે, ગુજરાતના યુવાનોમાં દેખાદેખીના કારણે દારૂના દૂષણે માઝા મૂકી છે. આ માટે કેટલાક સામાજિક કારણો પણ જવાબદાર છે. જેમ કે, ઘર-પરિવારથી દૂર રહેતા કેટલાક યુવક-યુવતીઓ દેખાદેખીમાં દારૂના રવાડે ચઢી જાય છે. નાર્કોટિક્સ પર નિયંત્રણ મેળવવા કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને વર્ષ 2025-26માં 4.26 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી હતી. 

ડ્રગ્સના પ્રકાર

•અફીણ ધરાવતું: હેરોઇન, અફીણ, મોર્ફિન, પોપ્પી સ્ટ્રો, કોકેઇન વગેરે.

•ગાંજો ધરાવતું: ગાંજા, હશિશ, હશિશ ઓઇલ વગેરે.

•સિન્થેટિક ડ્રગ્સ: એટીએસ, એમડીએમએ, મેથાક્યુલોન, મેસ્કાલિન, એલએસડી, મેફેડ્રોન, કેટામાઇન. 



Source link

Related Articles

Back to top button