राष्ट्रीय

મ્યાનમાર બાદ ભૂકંપથી ધ્રૂજ્યું કોલકાતા : 5.9નો આંચકો આવતા લોકોના ફફડાટ | Earthquake in Kolkata: 5 9 Magnitude Tremors Felt as Strong Quake Hits Myanmar



Kolkata Earthquake : મંગળવારે રાત્રે પડોશી દેશ મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ભૂકંપના પગલે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે. રાત્રિના સમયે અચાનક ધરતી ધ્રૂજતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરો તથા બહુમાળી ઈમારતોમાંથી બહાર દોડી આવ્યા છે.

9:05 વાગ્યે 15 સેકન્ડ સુધી ધરા ધ્રૂજી

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર રાત્રે અંદાજે 9:05 કલાકે ભૂકંપનો અનુભવ થયો હતો. આ આંચકા લગભગ 10 થી 15 સેકન્ડ સુધી ચાલ્યા હતા. રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ આંચકાઓને કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી.

આ પણ વાંચો : 426 કિલોગ્રામ વજનની ગાંધીજીની પ્રતિમા ચોરાઈ

ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમાર

જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ (GFZ)ના રિપોર્ટ અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ મધ્ય મ્યાનમારના યેનાંગ્યાઉંગથી લગભગ 95 કિલોમીટર પશ્ચિમમાં જમીનથી માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. જમીનથી ઓછી ઊંડાઈએ કેન્દ્ર હોવાને કારણે તેના આંચકા વિશાળ વિસ્તારમાં અનુભવાયા હતા.

અગાઉની તબાહીની યાદ તાજી થઈ

મ્યાનમારમાં અગાઉ માર્ચ 2025 માં 7.7ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેના કારણે મધ્ય મ્યાનમારમાં ભારે જાનહાનિ અને માલહાનિ થઈ હતી. તે સમયે તેની અસર થાઈલેન્ડ અને ચીન સુધી જોવા મળી હતી.

આ પણ વાંચો : ટેસ્ટ ક્રિકેટના નિયમો બદલાયા, ‘બન્ની હોપ’ પર પ્રતિબંધ



Source link

Related Articles

Back to top button