गुजरात

જામનગરના બેડી વિસ્તારમાં યુવાનની હત્યાના પ્રયાસ અંગેના કેસમાં 4 આરોપીઓને પાંચ-પાંચ વર્ષની જેલ સજા | 4 accused sentenced to 5 years in prison in case of murder of young man in Bedi of ​​Jamnagar



Jamnagar Crime : જામનગરના બેડી વિસ્તારમાં વર્ષ 2014માં એક વ્યક્તિ ઉપર તલવાર વડે હુમલો કરીને હત્યાનો પ્રયાસ કરવાના કેસમાં સેસન્સ અદાલતે ચાર આરોપીઓને પાંચ-પાંચ વર્ષની જેલ સજા અને દરેકને રૂ.10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. 

કેસની વિગતો મુજબ બેડીના વીન્ડ મીલ સામે હોળીફળી વિસ્તારમાં રહેતા ફરિયાદી ઈસાભાઈ આમદભાઈ કકલના પ્લોટમાં પથ્થર ભરેલું ટ્રેકટર ઠાલવવાની શબ્બીર નામના શખસને ફરિયાદીએ રોક્યો હતો. તેથી આ બાબતે માથાકુટ સર્જાતા શબ્બીરે તેના ઉપર તલવાર વડે હુમલો કર્યો હતો. આ વેળાએ ફરિયાદીના પત્ની અને પુત્રી પણ વચ્ચે પડ્યા હતા. ત્યારે શબ્બીરના ભાઈઓ અસગર કાસમ છરેચા, મહેબુબ કાસમ, અકબર કાસમ અને હાજી કાસમએ તેઓ પાસે રહેલી છરી, ધોકા, પાઈપ વડે ફરીયાદી અને તેની પત્ની-પુત્રીને ઈજા પહોંચાડી હતી.

 આ બનાવ અંગે આરોપીઓ સામે ફરિયાદી ઈસાભાઈની હત્યાના પ્રયાસની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ અદાલતમાં ચાલી જતાં અદાલતે સરકારી વકીલ રાજેશભાઈ વશીયરની રજુઆતો ગ્રાહ્ય ગણી તમામ આરોપીઓને પાંચ-પાંચ વર્ષની જેલ સજા અને રૂ.10-10 હજાર દંડનો હુકમ ફરમાવ્યો છે. આ દંડની રકમ ફરિયાદીના પત્નીને વળતરરૂપે ચુકવવા હુકમમાં જણાવાયું છે.

 ઉલ્લેખનિય છે કે, ચાલુ કેસ દરમિયાન એક આરોપી હાજી કાસમનું અવસાન થતાં તેના સામેનો કેસ પડતો મુકાયો હતો. ઉપરાંત ફરિયાદીનું પણ મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે.



Source link

Related Articles

Back to top button