US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ ન્યૂઝ! ચીન-પાકિસ્તાન રહી ગયા પાછળ | us cuts tariff on indian products to 18 percent modi trump deal

![]()
India-US Trade Deal: ભારત જેની લાંબા સમયથી રાહ જોઇ રહ્યું હતું તે ઇચ્છા પણ હવે પુર્ણ થઇ ગઇ છે. અમેરિકાએ ભારતને એક સાથે 2 ખુશખબર આપી છે. અમેરિકા તરફથી ભારતને ટેરિફની મોટી છુટ મળેલી છે. અમેરિકાએ ભારત પર લાગેલા ટેરિફને ઘટાડીને 18 ટકા કરી દીધું છે. તેનો અર્થ છે કે, અમેરિકી બજારમાં ભારતીય પ્રોડક્ટ પર હવે માત્ર 18 ટકા જ ટેરિફ લાગશે. આ પ્રકારે ટેરિફ યુદ્ધમાં ભારતે પોતાનો દમખમ દર્શાવ્યો છે. ભારતે ચીન અને પાકિસ્તાનને જણાવ્યું છે કે, અમેરિકા માટે ભારત કેટલું મહત્વનું છે. આ નવી ટેરિફ સાથે ભારતના પાડોશીઓમાં તેના કારણે ખલબલી મચી ગઇ છે. અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર ટેરિફ ઘટાડીને 18 ટકા કરવામાં આવતા ભારતને વૈશ્વિક નિકાસ સ્પર્ધામાં મોટી સફળતા મળી છે. નવા ટેરિફ માળખામાં ભારત હવે અન્ય મુખ્ય નિકાસકાર દેશોની સરખામણીમાં સૌથી ઓછા શુલ્ક ધરાવતા દેશોની યાદીમાં આવી ચુક્યું છે.
ભારતને કેવી રીતે મળી ‘ડબલ ખુશખબર’?
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે સોમવારે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ એક મોટા વ્યાપારિક કરાર પર સહમતિ સધાઈ છે. ડબલ ખુશખબરનો અર્થ: ભારત પર પહેલા બે પ્રકારના ટેરિફ હતા – બેઝિક (25%) અને એડિશનલ (25%). રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ લદાયેલો 25% વધારાનો ટેરિફ હવે સંપૂર્ણપણે હટાવી દેવાયો છે. સાથે જ, બેઝિક ટેરિફને પણ 25% થી ઘટાડીને 18% કરી દેવામાં આવ્યો છે.
એશિયાઈ દેશો સાથે તુલના: કોના પર કેટલો ટેરિફ?
આ નવા ફેરફાર બાદ ભારત હવે તેના પડોશી અને સ્પર્ધક દેશો કરતા વધુ સારી સ્થિતિમાં છે:
દેશટેરિફ (ટકામાં)
ભારત 18%
ઇન્ડોનેશિયા 19%
પાકિસ્તાન 19%
વિયેતનામ 20%
બાંગ્લાદેશ 20 %
ચીન 34%
રશિયન તેલનો ખેલ ખતમ
વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરવા સંમત થયું છે. આ સહમતિના બદલામાં અમેરિકાએ રશિયન તેલ ખરીદવા માટે 25 % વધારાનો ટેરિફ હટાવી દીધો છે. હવે ભારત અમેરિકા અને સંભવિત રીતે વેનેઝુએલા પાસેથી વધુ તેલ ખરીદશે. જે રશિયા-યુક્રેન યુદ્ધ રોકવામાં પણ મદદરૂપ સાબિત થશે.
પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન
વડાપ્રધાન મોદીએ ‘X’ પર પોસ્ટ કરીને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, “1.4 અબજ ભારતીયો વતી હું રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનો આભાર માનું છું. ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનો પર શુલ્ક ઘટવાથી બંને દેશોને મોટો ફાયદો થશે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, “પીએમ મોદી સાથેની મિત્રતા અને તેમના સન્માનમાં આ નિર્ણય લેવાયો છે. ભારત પણ અમેરિકા વિરુદ્ધના વ્યાપારિક અવરોધો દૂર કરશે અને આશરે 500 અબજ ડોલરથી વધુના અમેરિકી ઉત્પાદનો (ઊર્જા, ટેકનોલોજી, કૃષિ વગેરે) ખરીદશે. “પૃષ્ઠભૂમિઆ પહેલા ઓક્ટોબર 2025માં બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી. જોકે, ટ્રમ્પ દ્વારા ભારતીય વસ્તુઓ પર 50% (25% બેઝિક + 25% પેનલ્ટી) શુલ્ક લાદવામાં આવતા વ્યાપારિક કરાર અટકી પડ્યો હતો. હવે વિદેશ મંત્રી એસ. જયશંકરની વોશિંગ્ટન ડીસીની મુલાકાત દરમિયાન આ મહત્વનો વળાંક આવ્યો છે.



