ભાવનગરના 2 રાજ્યવેરા અધિકારી અને 11 રાજ્યવેરા નિરીક્ષકની બદલી | Transfer of 2 State Tax Officers and 11 State Tax Inspectors of Bhavnagar

![]()
– સ્ટેટ જીએસટી વિભાગમાં બદલીના આદેશ
– રાજ્યના 76 એસટીઓ અને 274 એસટીઆઈની બદલીના આદેશ
ભાવનગર : સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રાજ્યના કુલ ૭૬ રાજ્યવેરા અધિકારી અને ૨૭૪ રાજ્યવેરા નિરીક્ષકની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાંથી ભાવનગરના બે રાજ્યવેરા અધિકારી તથા ૧૧ રાજ્યવેરા નિરીક્ષકોની બદલી કરવામાં આવી છે.
સ્ટેટ જીએસટી વિભાગમાં રાજ્યવેરા અધિકારી (એસટીઓ) અને રાજ્યવેરા નિરીક્ષક (એસટીઆઈ)ની બદલીના આદેશ વડી કચેરી દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યમાં ફરજ બજાવી રહેલા ૭૬ એસટીઓ અને ૨૭૪ એસટીઆઈની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાંથી વિભાગ-૯ અન્વેષણ મોબાઈલ સ્ક્વોર્ડમાં ફરજ બજાવતા મોંઘજીભાઈ ગણેશભાઈ પટેલની અમદાવાદ અને મિરાજ મુકેશભાઈ કળથીયાની નડીયાદ બદલી થઈ છે. આ ઉપરાંત ભાવનગર વિભાગમાં ફરજ બજાવતા ૧૧ રાજ્યવેરા નિરીક્ષકોની બદલીના આદેશ મુખ્ય રાજ્યવેરા કમિશનર કચેરી દ્વારા કરવામાં આવ્યા છે.



