मनोरंजन

પાકમાં થિયેટરમાં પ્રતિબંધિત ધુરંધર ઓટીટી પર નંબર વન બની | Dhurandhar banned in theaters in Pakistan became number one on OTT



– પાકિસ્તાની ઓડિયન્સને ફિલ્મ પસંદ પડી 

– પાકિસ્તાનમાં ઓટીટી પ્લેટફોર્મ પર સૌથી વધુ જોવાયેલી ફિલ્મ બની હોવાના સ્ક્રીનશોટ વાયરલ

મુંબઇ : રણવીર સિંહની ‘ધુરંધર’ ફિલ્મ પાકિસ્તાનનાં થિયેટરોમાં રીલિઝ થઈ નથી. પરંતુ, પાકિસ્તાનમાં ઓટીટી પ્લેટફોર્મ પર આ ફિલ્મ સૌથી વધુ જોવાઈ રહેલી ફિલ્મોમાં ટોચ પર આવી ગઈ છે. 

આ ફિલ્મ વૈશ્વિક ઓટીટી પ્લેટફોર્મે પોતાના પાકિસ્તાનના દર્શકો માટે પણ રીલિઝ કરી છે. ત્યાં તે ટોચ પર પહોંચી હોવાનું દર્શાવતા સ્ક્રીન શોટ વાયરલ થયા છે. ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર મૂકાઈ તેના ૨૪ કલાકમાં જ તે મોસ્ટ વોચ્ડ ફિલ્મની કેટેગરીમાં ટોપ પર આવી ગઈ હતી. આ ફિલ્મની કથા પાકિસ્તાન  વિરોધી હોવા છતાં પણ પાકિસ્તાનીઓ પણ તેની મોજ માણી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ પર મધ્યપૂર્વના દેશોમાં પણ પ્રતિબંધ મૂકાઈ ચૂક્યો છે. 



Source link

Related Articles

Back to top button