गुजरात

ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતા બનેલી તરૂણીનું જૂનાગઢમાં ભવ્ય સ્વાગત | Australian Open winner Taruni receives grand welcome in Junagadh



બાઈક રેલી અને પુષ્પવર્ષા દ્વારા આવકાર : જીમખાના ટેનિસ કોર્ટનું જેન્સી કાનાબાર નામકરણ, આજીવન સભ્યપદની ભેટ, વિજેતા ખેલાડી પોતાનું સન્માન નિહાળી ભાવુક

 જૂનાગઢ : ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ અંડર 14 માં વિજેતા થયેલી જૂનાગઢની ટેનીસ સ્ટાર આજે જૂનાગઢ પહોંચી હતી. વહીવટી તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા પિતા- પુત્રીનું મજેવડી ગેટ પાસે સ્વાગત કરાયું હતું ત્યારબાદ ગાંધીગ્રામ સ્પોર્ટ્સ સંકુલ સુધી બાઈક રેલી યોજાઇ હતી. ત્યારબાદ સ્પોર્ટ્સ સંકુલ ખાતે જેન્સી કાનાબારનું અધિકારીઓ દ્વારા સન્માન કરાયું હતું. આગામી દિવસોમાં આઈટીએફમાં પ્રથમ 100 માં પસંદગી અને જુનિયર ફ્રેન્ચ ઓપનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો ગોલ દર્શાવ્યો હતો. 

જૂનાગઢની ટેનિસ ખેલાડી જેન્સી કાનાબારે ઓસ્ટ્રેલિયામા મેલબોર્ન ખાતે તાજેતરમાં યોજાયેલી અંડર 14 ઓપન ટેનિસ એશિયા પેસિફિક ટેનિસ સ્પર્ધાનો ખિતાબ  જીતનાર પ્રથમ મહિલા ખેલાડી બની છે. ઓસ્ટ્રેલિયાની મુસેમમા ક્લિકને હરાવી જુનિયર ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટ જીતી ઓસ્ટ્રેલિયાની ધરતી પર તિરંગો લહેરાવ્યો હતો. વિમ્બલ્ઙન બાદ વધુ એક શ્રેણીમા જેન્સીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયામાં વિજય બાદ આજે જેન્સી તેના પિતા સાથે જૂનાગઢ પહોંચી હતી. મજેવડી દરવાજા પાસે  જિલ્લા વહીવટી તંત્ર, રાજકીય સામાજિક, આગેવાનો, અધિકારી પદાધિકારીઓ દ્વારા જેન્સી અને તેના પિતા દીપકભાઈ કાનાબારનું પુષ્પ વર્ષા અને હાર તોરા કરી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના વિજયને વધાવવા મજેવડી દરવાજાથી ગાંધીગ્રામ સ્પોર્ટ્સ સંકુલ સુધી બાઈક રેલી યોજાઇ હતી. ખુલ્લી જીપમાં ઊભેલી જેન્સી પર વિવિધ વિસ્તારોમાં ગુલાબની પાખડીઓ પુષ્પ વર્ષા દ્વારા સ્વાગત કરાયું હતું.  કલેકટર અનિલ રાણાવસીયાએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષની નાની વયે રેકેટ હાથમાં લીધું અને ત્યારબાદ ચાર વર્ષથી જ ટેનિસમાં પ્રેક્ટિસ શરૂ કરી અને નાની વયે જ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિશ્વવિજેતા બની જૂનાગઢનું ગૌરવ વધાર્યું, જેન્સીએ જૂનાગઢ જીમખાના ટેનિસ કોર્ટમાં પણ પ્રેક્ટિસ કરી હતી, કારકિર્દીનો જ્યાંથી પાયો ઘડાયો તેના સન્માનમાં કલેકટર દ્વારા જૂનાગઢ જીમખાના ટેનિસ કોર્ટ હવેથી જેન્સી કાનાબાર નામે ઓળખાશે તથા જેન્સીને જીમખાનાની આજીવન સભ્યપદ આપવા પણ જાહેરાત કરવામાં આવી હતી. તેના પિતા દીપકભાઈ કાનાબારનો પણ વિજય પાછળ સિંહ ફાળો છે તેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેન્સી વિમ્બલડન બાદ ઓસ્ટ્રેલિયામાં બીજા ગ્રાન્ડ સ્લેમમાં રમી હતી. વિશ્વ વિજેતા થયા બાદ હવે મારૂ કાર્ય પણ વધ્યું છે. આગામી દિવસોમાં પુત્રીને આઈટીએફની અંદર ટોપ સો મા આવવાનો અને ત્યારબાદ આગામી મે માસમાં જુનિયર ફ્રેન્ચ ઓપનમાં રમી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાનું સ્વપ્ન હોવાનું જણાવ્યું છે. આગામી ફ્રેંચ ઓપનમાં તેને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે. 



Source link

Related Articles

Back to top button