दुनिया

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા હુમલા અંગે દુનિયા ધ્યાન આપે : યુ.એસ.નાં 22 શહેરોમાં દેખાવો | World should pay attention to attacks on Hindus in Bangladesh: Protests in 22 US cities



– આર્ટિસિયામાં સૌથી મોટી રેલી યોજાઈ : પ્રદર્શનકારીઓએ આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માગણી કરવા સાથે માનવ અધિકાર ભંગ પ્રત્યે વિશ્વનું ધ્યાન દોર્યું

વોશિંગ્ટન : અમેરિકાના કેટલાયે શહેરોમાં શનિવારે હિન્દુ તથા અન્ય લઘુમતિઓ ઉપર બાંગ્લાદેશમાં થતી હિંસાના વિરોધમાં શાંતિપૂર્ણ રેલીઓ યોજાઈ હતી. આયોજકોના કહેવા પ્રમાણે અમેરિકાનાં ૨૨થી વધુ શહેરોમાં રેલીઓ યોજાઈ હતી. તેમાં સૌથી મોટી રેલી કેલિફોર્નિયામાં આર્ટેસિયા શહેરમાં યોજાઈ હતી. ત્યાં સવારની માર્ચમાં સેંકડો લોકો સામેલ થયા હતા.

આ રેલીમાં પ્રદર્શનકારીઓએ તેને માનવીય અપીલ જણાવતાં આંતરરાષ્ટ્રીય સમુદાયને બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ સહિત તમામ લઘુમતિઓની સુરક્ષા અને ઉત્તરદાયિત્વ નિશ્ચિત કરવાની માંગણી કરી હતી. રેલીમાં લોકો ‘ઓમ્-શાંતિ’ના ઉચ્ચારો કરી રહ્યા હતા. આ રેલીના આયોજકોએ કહ્યું હતું કે આ પ્રદર્શનો પૂર્ણત: કાનૂની, શાંતિપૂર્ણ, ગેર-રાજનીતિક અને પૂરેપૂરા માનવ અધિકાર કેન્દ્રિત હતા.

આર્ટેસિયામાં આ રેલી સ્થાનિક સમુદાયના નેતાઓ અને સ્વયંસેવકોએ યોજી હતી. તેમાં કેટલાક મૂળ અમેરિકન્સ પણ જોડાયા હતા.

ગ્લોબલ કોએલિએશન ફોર ધી પ્રોટક્શન ઓફ હીન્દુઝ ઇન બાંગ્લાદેશ’ નામક સંસ્થાનાં પ્રતિનિધી ગીતા સિકંદે કહ્યું હતુ કે, અમે ઇચ્છીએ છીએ કે દુનિયા નબળા સમુદાયોની પીડા ઉપર ધ્યાન આપે. અમે સલામતી, ઉત્તરદાયિત્વ અને શાંતિની માગણી કરી રહ્યાં છીએ.

ઉલ્લેખનીય છે કે આર્ટિસિયા ઉપરાંત અમેરિકાનાં ઉત્તર-પૂર્વથી શરૂ કરી પશ્ચિમ પ્રદેશ, મિડ-વેસ્ટ તથા દક્ષિણનાં રાજ્યોમાં પણ રેલીઓ યોજાઈ હતી. અત્યારે અમેરિકામાં સખતની ઠંડી પડી રહી હોવા છતાં, યોજાયેલી રેલીઓની ગંભીરતા સમજી શકાય તેમ છે.



Source link

Related Articles

Back to top button