गुजरात

વડોદરાના ગોરવામાં ઝુપડપટ્ટી તોડ્યા બાદ મકાનની ફાળવણી નહીં કરતા સ્થાનિક રહીશોના દેખાવો | Protests by local residents against allotting houses after demolition of slums in Gorwa Vadodara



Vadodara : વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં 300 જેટલા કાચા પાકા મકાનો તોડી નાખ્યા બાદ ગરીબ આવાસ યોજનામાં તેઓને મકાન પરત નહીં મળતા આજે જ સ્થાનિક રહીશોએ કોર્પોરેશનની આવાસ યોજનાની કચેરી ખાતે ખાઓ કરી વિરોધ કર્યો હતો.

પાલિકા તંત્ર દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોરવા દશામા મંદિર પાસે વર્ષોથી કાચા પાકા મકાનો બનાવીને રહેતા ગરીબો અને શ્રમજીવીઓના ૩૦૦ જેટલા ગેરકાયદે કાચા પાકા મકાનના દબાણો તોડી નાખ્યા પરંતુ હજી સુધી કોઈને મકાનો ફાળવવામાં નથી આવ્યા. આ બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજી બાજુ મકાનો વિના ટળવળતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો દ્વારા રાવપુરા ખાતે આવેલી એફોર્ડેબલ હાઉસિંગની કચેરીએ રાવપુરા ખાતે પ્લે કાર્ડ સહિત સૂત્રોચ્ચાર કરીને કરવામા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.



Source link

Related Articles

Back to top button