વડોદરામાં તાંદળજાના પત્રકાર કોલોની ચાર રસ્તાથી ગામ સુધીનો પાકો રસ્તો પૂરો કરવાની માંગ | Demand to complete the paved road from Tandalja Journalist Colony to the village in Vadodara

![]()
Vadodara : વડોદરામાં તાંદળજા પત્રકાર ચાર રસ્તાથી તાંદળજા ગામ સુધી નવા રોડ બનાવવાની કામગીરીમાં ગેરરીતિઓના આક્ષેપો થયા છે. 18 મીટરના મેન રોડમાં 16 મીટર રોડ મંજૂર કરવામાં આવ્યો હતો. 7.5 મીટરના બે રોડના બે ટ્રેક અને 1 મીટરનું ડિવાઈડર પણ અમુક જગ્યાએ 15 મીટરનો રોડ નથી બનાવ્યો અને કેટલીક જગ્યાએ એક ટ્રેક રોડ બનાવવાની કામગીરી અધૂરી છોડી છે. 16 મીટરના રોડ પર થાંભલા છે જેને હજી હટાવવામાં આવ્યા નથી. જે કારણે રોડની પહોળાઈ ઓછી થઈ ગઇ છે. અવારનવાર અધિકારીઓને આ બાબતે રજુઆત કરવા છતા અધિકારીઓ નાગરિકોનું નહીં પરંતુ કોન્ટ્રાક્ટરનો ફાયદો વિચારી કરેલા કામને નજરઅંદાજ કરી ભ્રષ્ટાચારમાં સાથ અપાઈ રહ્યાની શક્યતા નકારી શકાતી નથી.
કોન્ટ્રાક્ટરની કામગીરી કરવાની મુદત 6-9-25ના રોજ પૂર્ણ થયેલ છે. તો પણ રોડનું પૂરું કામ થયું નથી જેથી કરીને સામાજિક કાર્યકર વસીમ શેખની આગેવાનીમાં આ સમગ્ર બાબતોને ઉજાગર કરવામાં આવી. અધિકારીઓ કોન્ટ્રાક્ટરના કામ વિશે સાંભળી શકતા નથી, અધિકારીઓ કોન્ટ્રાક્ટરના કામ વિશે બોલી શકતા નથી, કોન્ટ્રાક્ટરના માનીતા ખાસ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, આ સમગ્ર બાબત બેનરમાં બતાવી વિરોધ કરવામાં આવ્યો હતો. અને માંગ કરવામાં આવી 16 મીટરનો પૂરો રોડ બનાવવામાં આવે, તથા જે નડતરરૂપ થાંભલા છે તે હટાવવમાં આવે અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વિરૂદ્ધ યોગ્ય પગલાં લેવામાં આવે અને વિજિલન્સ તપાસની પણ માંગ કરવામાં આવી હતી.



