વડોદરામાં ડભોઇ રોડ પર હનુમાન ટેકરીના મકાનમાંથી ચોરી કરનાર બે આરોપી ઝડપાયા | Two accused arrested for stealing from a house in Hanuman Tekri on Dabhoi Road in Vadodara

![]()
Vadodara Theft Case : યુપીના મૂળ વતની સંદીપભાઈ છોટે લાલ બિંદ હાલમાં ડભોઇ રોડ હનુમાન ટેકરી પર રહે છે અને ફેબ્રિકેશનનું કામ કરે છે. 31મી તારીખે રાત્રે તેઓ પરિવાર સાથે મકાનના પહેલા માળ પર આગળનો દરવાજો અંદરથી બંધ કરી સુઈ ગયા હતા. જ્યારે પાછળનો દરવાજો ખુલ્લો હતો. મોડી રાત્રે પોણા ત્રણ વાગ્યે ઘરમાં અવાજ આવતા તેમના પત્ની જાગી ગયા હતા તેમને જોયું તો એક ચોર તેમના ઘરમાંથી થેલી લઈને ભાગતો હતો. તેથી પત્નીએ પતિને ઉઠાડ્યા હતા. ઘરમાં તપાસ કરતા ચોર સોનાનું મંગળસૂત્ર અને ચાંદીની બે વીંટીઓ ચોરી ગયો હતો. દરમિયાન પાણીગેટ પોલીસે ગાજરાવાડી આરસીસી રોડ પરથી 2 શકમંદો (1) અવનીશભાઈ રાય સાહેબ સરોજ (રહે. સોમા તળાવ વુડાના મકાનમાં ડભોઈ રોડ) તથા (2) કૌશલ રામજાગીર બિંદ (રહે-હનુમાન ટેકરી ડભોઇ રોડ) ને ઝડપી પાડ્યા હતા. પોલીસે સોના-ચાંદીના દાગીના, રોકડા 25000 અને મોબાઈલ ફોન મળીને કુલ 61,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.



