गुजरात

પાનના ગલ્લા પર મહિલાને વાતોમાં પરોવી બે ગઠિયા સોનાની બુટ્ટીઓ લઇ ફરાર, રૂમાલમાંથી પથ્થર નીકળ્યા | fraudsters cheated woman and fled with two gold earrings



image : AI Photo 

Vadodara : વડોદરાના ઉંડેરા વિસ્તારમાં પાનનો ગલ્લો ધરાવતી એક મહિલાને વાતોમાં ફસાવી બે ગઠીયા સોનાની બુટ્ટીઓ કાઢીને ફરાર થઈ ગયા હતા. 

ઉંડેરાની નવી વસાહતમાં રહેતા અને મહાકાળી માતાના મંદિર પાસે પાનનો ગલ્લો ચલાવતા જશોદાબેન સોલંકીએ પોલીસને કહ્યું છે કે, ગઈકાલ 29 મેં બપોરે એક શખ્સ સિગારેટ લેવા આવ્યો હતો અને ગલ્લા પાસે બેઠો હતો. ત્યારબાદ બીજો એક શખ્સ આવ્યો હતો અને તેણે નાસ્તાનું પેકેટ લીધું હતું.

થોડીવાર બાદ પહેલા આવેલો શખ્સ ફરીથી આવ્યો હતો અને વાતોમાં ફસાવી રૂમાલમાં મારી અઢી ગ્રામની બે બુટ્ટી મુકાવી હતી. ત્યારબાદ બીજો શખ્સ પણ આવ્યો હતો અને વાતોમાં ભોળવી હતી. મને શું થઈ ગયું તેની કોઈ જાણ રહી ન હતી. ગઠીયાએ મને રૂમાલ ગાંઠ મારીને પરત કર્યો હતો જે થોડીવાર બાદ મેં જોતા અંદરથી બુટ્ટી ગાયબ હતી અને તેની જગ્યાએ બે પથ્થરના ટુકડા હતા. જેથી પોલીસે તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button