गुजरात

વડોદરા-હાલોલ રોડ પર જરૂર નજીક ટ્રકમાં આગ લાગતાં ચક્કાજામ | Truck catches fire near Vadodara Halol road causing traffic jam



Vadodara Accident : વડોદરા હાલોલ રોડ ઉપર ગઈ રાત્રે એક ટ્રકમાં આગ લાગતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. 

હાલોલ રોડ ઉપર ખાંડીવાડા નજીક પસાર થતી એક ટ્રકમાં આગ લાગતા ડ્રાઇવર કૂદીને ફરાર થઈ ગયો હતો. જેને કારણે અન્ય વાહન ચાલકો ગભરાઈ ગયા હતા અને ટ્રાફિક જામ થયો હતો. 

બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાતાં પોણો કલાકની કામગીરી બાદ આગ કાબુમાં લીધી હતી. ટ્રક ડ્રાઇવર ફરાર થઈ ગયો હોવાથી તેમજ ટ્રકનો નંબર પણ સ્પષ્ટ દેખાતો નહીં હોવાથી બનાવની વધુ વિગત મેળવવા પોલીસે ટોલ નાકા પરથી સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button