गुजरात

પંચમહાલ: શહેરાના મોરવા રેણા પંથકમાં માવઠું, રવિ પાક પર સંકટ તોળાતા ખેડૂતો ચિંતાતુર | Unseasonal Rain Hits Panchmahal’s Shehra Area Farmers Fear Damage to Rabi Crops



Unseasonal Rain In Panchmahal: ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. રાજ્યમાં એક તરફ કડકડતી ઠંડી પડી રહી છે, ત્યાં બીજી તરફ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવતાં કમોસમી વરસાદ (માવઠું) ખાબક્યો છે. ખાસ કરીને શહેરાના મોરવા રેણા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે.

ભરશિયાળે ચોમાસા જેવો માહોલ

મળતી માહિતી અનુસાર, સોમવારે (બીજી ફેબ્રુઆરી) વહેલી સવારથી જ આકાશ વાદળછાયું બન્યું હતું અને ત્યારબાદ ધીમી ધારે વરસાદ શરુ થયો હતો. વગર સિઝને વરસેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને ઠંડીમાં પણ વધારો થયો છે. જોકે, આ આહ્લાદક ઠંડક ખેડૂતો માટે મુસીબત લઈને આવી છે.

રવિ પાક પર રોગચાળાનું જોખમ

ખેડૂતોએ ભારે મહેનત બાદ રવિ પાક તૈયાર કર્યો છે, ત્યારે આ માવઠું તેમના માટે ‘આફત’ સમાન સાબિત થઈ રહ્યું છે. ખેડૂતોના મતે, આ ભેજવાળા વાતાવરણને કારણે પાકમાં ફૂગ અને જીવાત પડવાની પૂરેપૂરી શક્યતા છે. જો વરસાદી માહોલ વધુ સમય ચાલશે, તો તૈયાર થયેલો પાક બગડી શકે છે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.



Source link

Related Articles

Back to top button