गुजरात
સાવલી પોઇચા બ્રિજ પરથી એક યુવકે નદીમાં કૂદકો માર્યો | A young man jumped into the river from the Savli Poicha Bridge

![]()
વડોદરા, સાવલી પોઇચા બ્રિજ પરથી એક યુવકે પડતું મૂક્યું હોવાનો મેસેજ પોલીસ અને ફાયરબ્રિગેડને મળતા સ્થળ પર જઇ શોધખોળ શરૃ કરી હતી. પરંતુ, કોઇની ભાળ મળી આવી નહતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પોઇચા બ્રિજ પરથી એક યુવકે નદીમાં ઝંપલાવ્યું હોવાનો મેસેજ મળતા સ્થળ પર જઇને તપાસ કરતા બ્રિજ પાસેથી એક કાર અને ચપ્પલ મળી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ તથા ફાયરબ્રિગેડની ટીમે નદીમાં ઉતરી યુવકની શોધખોળ કરી હતી. પરંતુ, કોઇ મળી આવ્યું નહતું. દરમિયાન કારના નંબરના આધારે તપાસ કરતા કાર લઇને નીકળેલો યુવક નજીકના જ ગામનો હોવાનું જાણવા મળ્યું છે. તેણે જ બ્રિજ પરથી કૂદીને આપઘાત કર્યો છે કે કેમ, તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.



