ક્લાઉડ કંપનીઓ માટે ૨૦૪૭ સુધી ટેક્સમાં રાહતની જાહેરાત | tax exemption for cloud companies

![]()
નવી દિલ્હી,
તા. ૧૯
નાણા પ્રધાન નિર્મલા સિતારામને સંસદમાં બજેટ ૨૦૨૬ રજૂ કર્યુ
હતું. તેમણે ટેકનોલોજી અને ડિજિટલ સેક્ટરને દેશના વિકાસની મોટી શક્તિ ગણાવી છે.
બજેટમાં ક્લાઉડ અને એઆઇથી જોડાયેલ કંપનીઓ માટે મોટી જાહેરાત કરી છે. સરકારે
જણાવ્યું છે કે વિદેશા ક્લાઉડ કંપનીઓને ૨૦૪૭ સુધી ટેક્સમાં રાહત મળશે.
આ રાહત એ કંપનીઓ મળશે જે ભારતમાં બનેલા ડેટા સેન્ટરનો ઉપયોગ
કરશે. આ કંપનીઓ ભારતથી સમગ્ર વિશ્વનાં ગ્રાહકોને ક્લાઉડ સર્વિસ આપશે. જો કોઇ
વિદેશી કંપની ભારતીય ગ્રાહકોને ભારતીય રિસેલર દ્વારા સર્વિસ આપે છે તેમ છતાં તેને
ટેક્સ રાહતનોે ફાયદો મળશે.
સરકારે જણાવ્યું છે કે આ નિર્ણયથી ભારતમાં રોકાણ વધશે. મોટા
ડેટા સેન્ટર બનાવવામાં આવશે. એઆઇથી જોડાયેલ સેવાઓ
ઝડપી બનશે. જેના કારણે યુવાનો માટે નવી નોકરીઓ ઉત્પન્ન થશે. ડેટાની જરૃર સતત
વધી રહી છે. એઆઇના સમયમાં ડેટા સેન્ટર ખૂબ જ જરૃરી છે.
જો કે આ નિર્ણય તરત જ સામાન્ય વપરાશકારનું જીવન બદલશે નહીં.
આ એક પોલિસી લેવલનો નિર્ણય છે. જેની અસર ધીમે ધીમે જોવા મળશે.
જો કંપનીઓ ભારતના ડેટા સેન્ટરનો ઉપયોગ કરે છે તો એપ્સ તથા
વેબસાઇટની ઝડપ વધી શકે છે. આ તફાવત ખાસ કરીને વીડિયો, ગેમિંગ અને
ક્લાઉડ આધારિત એપ્સમાં જોઇ શકાય છે. તેની અસર તમામ એપ્સ પર થશે નહીં.
કંપનીઓનો ઓપરેશન ખર્ચ ઘટી શકે છે. જો કે આ જરૃરી નથી કે
તેનો ફાયદો તરત યુઝર સુધી પહોંચે. કીંમતોમાં ફેરફાર થવામાં પણ સમય લાગશે.
ડેટા ભારતાં સ્ટોર થવાના નિયમોનું પાલન સરળ બનશે. તેનાથી
યુઝર ડેટા પર સરકારી દેખરેખ વધશે. જો કે આનાથી ડેટા સંપૂર્ણ રીતે સુરક્ષિત બની જશે
તેમ કહેવુ યોગ્ય નથી.
ભારતમાં કોમ્પ્યુટર અને ડેટા વધારવાથી એઆઇટની રચના સરળ
બનશે. તેનો ફાયદો કંપનીઓને પ્રથમ મળશે. યુઝરને તની અસર થોડા સમય પછી જોવા મળશે. આ
એક લાંબા ગાળાનો ફેરફાર છે.
ડેટા સેન્ટર વધવાથી ટેકનોલોજી સેક્ટરમાં નોકરીઓ વધી શકે છે.
આનાથી કસ્ટમર સપોર્ટ અને સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રકચર વધુ સારું બની શકે છે. જો કે તેની
અસર અપ્રત્યક્ષ હશે.
બજેટમાં એઆઇ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સરકાર ઇચ્છે
છે કે એઆઇનો ઉપયોગ ફક્ત કંપનીઓ સુધી મર્યાદિત ન રહે. એઆઇને સરકારી સેવાઓમાં પણ
લાવવામાં આવશે. હેલ્થ, શિક્ષણ, ખેતી સહિતના તમામ
ક્ષેત્રોમાં એઆઇનો ઉપયોગ વધશે.
સરકારે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે મોટા બજેટની જાહેરાત કરી
છે. જેના કારણે ઇન્ટરનેટ ક્નેકશન વધુ સારુ બનશે. ડેટા નેટવર્ક મજબૂત થશે. ફાઇવજી અને
આગળની ટેકનિકને પણ વેગ મળશે.



