दुनिया

ઈરાનનાં ક્રુડને બદલે ભારત વેનેઝુએલામાંથી ક્રુડ ખરીદશે : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો | India will buy crude from Venezuela instead of Iranian crude: President Donald Trump claims



ટ્રમ્પનાં આ કથન અંગે ભારતે સેવેલું અકળ મૌન

વેનેઝુએલાને કરેલાં ધીરાણો પાછાં મેળવવા ચીન ત્યાંથી તેલ ખરીદશે ?

તે પ્રશ્નના ઉત્તરમાં ટ્રમ્પે કહ્યું ઃ તે માટે ચીનને પણ આવકાર આપીએ છીએ

ન્યૂયોર્ક: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે, હવે, ભારત ઈરાનને બદલે, વેનેઝુયેલામાંથી તેલ ખરીદશે.

ફ્લોરીડામાં પામ-બીચ જતાં વિમાનમાં પત્રકારો સાથે કરેલી વાતચીતમાં, પ્રમુખ ટ્રમ્પે જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે, વેનેઝુએલાને કરેલાં ધીરાણો પાછાં મેળવવા ચીન ત્યાં ક્રુડ ઓઈલ ખરીદશે ? તેના જવાબમાં પ્રમુખે કહ્યું, તે માટે ચીનને પણ તે માટે આવકાર છે. તેથી ઘણો બધો સોદો સરળ બની રહેશે. ભારત તો તે દાયરામાં આવી જ ગયું છે.

જોકે, ભારત સરકાર તરફથી તે અંગે કશી ટીપ્પણી કરવામાં આવી નથી. તે અલગ વાત છે.

આ પહેલાં ટ્રમ્પે કહ્યું હતું કે વેનેઝુએલાએ, અમેરિકાને ૫.૨ બિલિયન ડોલરની કિંમતનું ૫૦ મીલીયન બેરલ તેલ આપવાની રજૂઆત કરી હતી, અને મેં તે સોદાને મંજૂર પણ કર્યો છે.

સર્ધન બુલવાર્ડનું નામ બદલીને મે ટ્રમ્પ-બુલવાર્ડ રાખવા અંગેના પ્રશ્નને એક તરફ રાખી પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે હવે આપણે (વેનેઝુએલામાં) નવા પ્રમુખ સાથે વાતચીત કરી રહ્યા છીએ. તેવી જ રીતે આપણે બીજા ઘણા દેશોની સરકારોના વડાઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ. આપણી પાસે ૫૦ મિલિયન બેરલ તેલ છે. આપણે તે તુર્તજ પ્રોસેસ કરવું પડે તેમ છે. કારણ કે તે માટે આપણી પાસે જગ્યા જ નથી.

વેનેઝુએલાની નવી સરકાર અંગે પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે વેનેઝુએલાની અંતિમ સરકાર સાથે અમારા સારા સંબંધો છે. વેનેઝુએલાના તેમનાં વેચાણમાંથી મળતી રકમ (રેવન્યુ) અમેરિકા સરકારના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.



Source link

Related Articles

Back to top button